Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

આવતા સપ્તાહથી મ.ન.પા.માં ટેકસ રિકવરી કોલ કાર્યરત

ત્રણેય ઝોનમાં બબ્બે ટીમો ઉતારાશેઃ રીકવરી કોલ વ્યવસાય વેરો, મિલ્કત વેરો, પાણી વેરો વગેરે વેરાઓની ઉઘરાણીનું જ કામ ફુલટાઇમ કરશેઃ ૧ લાખથી વધુનાં ૭૦ હજાર બાકીદારોને નોટીસો પણ આપી દેવાઇ

રાજકોટ, તા.,૬:  મ.ન.પા. દ્વારા હવે મિલ્કતવેરો, વ્યવસાયવેરો, પાણી વેરો વગેરે જેવા વેરાઓની ઉઘરાણી માટે ખાસ રિકવરી સેલ આવતા સપ્તાહથી કાર્યરત કરાશે.

આ બાબતે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જાહેર કર્યા મુજબ આ વર્ષથી રિકવરી સેલ શરૂ કરવાના આયોજન મુજબ હવે આવતા સ૪તાહથી ખાસ રિકવરી સેલ કાર્યરત કરી દેવાશે.

આ રિકવરીસેલ માટે ત્રણેય ઝોનમાં બબ્બે ટીમો મુકી  દેવાશે. આ ટીમો તેઓના ઝોનમાં મિલ્કતવેરો, વ્યવસાય વેરો, પાણી વેરો વગેરે જેવા વેરાના બાકીદારો પાસે વેરાની ઉઘરાણી કરવાનું કામ આખુ વર્ષ કરશે.

દરમમિયાન છે. ૧ લાખથી વધુનો વેરો બાકી રાખનાર ૭૦ હજાર લોકોને નોટીસો પણ આપી દેવાઇ છે. હવે રિકવરી સેલ દ્વારા વર્ષો જુના બાકીદારોનો વેરો વસુલવાની કસરત શરૂ થનાર છે. ત્યારે સો મણનો સવાલ એ છે કે મોટા ભાગના પ્રકરણમાં કાનુની દાવાઓ, ભાડુઆત-મકાન માલીકના વિવાદો, વાંધા અરજી વગેરે જેવી વિટંબણાઓ છે. તેનો ઉકેલ લાવવામાં રિકવરી સેલ કેટલુ સફળ રહે છે તે જોવાનું રહયું? 

(4:13 pm IST)