Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

શ્રી મારૂતિ કુરિયર દ્વારા છે. ૩૦૦ કરોડનો બિઝનેસ મેળવવાનો લક્ષ્યાંક

નવા વેરહાઉસ અને હાલના નેટવર્કને મજબૂત કરવા છે. ૫૦ કરોડનું રોકાણ કરાશે : ઇ-કોમર્સ બિઝનેસમાં નોંધપાત્ર હિસ્સો મેળવવાની યોજના

રાજકોટ,તા. ૬: દેશભરમાં ફેલાયેલા મજબૂત નેટવર્કના જોરે અને લોજિસ્ટિકસ ક્ષેત્રની પ્રચંડ સંભાવનાઓનો લાભ લેવા શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ વર્ષ ૨૦૨૬ સુધીમાં પોતાના લોજિસ્ટિકસ વર્ટિકલથી રૂ. ૩૦૦ કરોડનો બિઝનેસ મેળવવાનો લક્ષ્યાંક ધરાવે છે.

અમદાવાદમાં હેડકવાર્ટર ધરાવતી દેશની અગ્રણી કુરિયર અને લોજિસ્ટિકસ કંપની નવા વેરહાઉસ ઊભા કરવા અને દેશભરમાં તેના હાલના નેટવર્કને મજબૂત બનાવવા માટે લગભગ રૂ. ૫૦ કરોડનું રોકાણ કરશે. હાલ લોજિસ્ટિકસ વર્ટિકલ શ્રી મારૂતિ કુરિયરના વાર્ષિક ટર્નઓવરમાં માત્ર ૧૫ ટકા જેટલું પ્રદાન કરે છે જે કંપની આગામી પાંચ વર્ષમાં ૪૫ ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખે છે.

મારૂતિ કુરિયરે વર્ષ ૨૦૧૯ દરમિયાન લોજિસ્ટિક (સરફેસ કાર્ગો) વર્ટિકલનો પ્રારંભ કર્યો હતો અને પહેલા બે વર્ષમાં જ કંપનીએ પડકારજનક સ્થિતિ છતાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. કુલ ટર્નઓવરનો મોટાભાગનો હિસ્સો ડોમેસ્ટિક કુરિયર પ્રોડકટ્સમાંથી જ આવે છે. હાલની બજાર પરિસ્થિતિ જોતાં કંપની મેનેજમેન્ટ તેના પોતાના વેચાણમાં તેના લોજિસ્ટિકસ (સરફેસ કાર્ગો)નો હિસ્સો વધારવાનું લક્ષ્યાંક રાખે છે.

ભાવિ યોજનાઓ વિશે મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી અજય મોકરિયાએ જણાવ્યું હતું કે 'અમારા મતે લોજિસ્ટિકસ વર્ટિકલ અમારી કંપનીના ભવિષ્યના વિકાસ માટેનું ગ્રોથ-ડ્રાઈવર હશે. દેશભરમાં સુધરી રહેલી ઈન્ફ્રાસ્ટ્રકચર, શહેરીકરણનું વધતું પ્રમાણ, ઈ-રિટેલને મળી રહેલો પ્રચંડ પ્રતિસાદ તથા નવી ટેકનોલોજીના ઝડપી અમલીકરણ જેવા પરિબળો લોજિસ્ટિકસ બિઝનેસને નવી ઊંચાઈ પર લઈ જશે. ઈ-કોમર્સ માર્કેટ  ઈમર્જિંગ ઈન્ડસ્ટ્રી છે જે લોજિસ્ટિકસ સેકટર માટે અનેક તકો ઊભી કરશે. આ ઈમર્જિંગ બિઝનેસમાંથી અમે નોંધપાત્ર હિસ્સો મેળવવા માંગીએ છીએ. કોવિડ-૧૯ મહામારીનું જોખમ હવે હળવું થઈ રહ્યું હોવાથી ભારતમાં લોજિસ્ટિકસ સેકટર નવા શિખરો સર કરવા તૈયાર છે.'

મારૂતિ દેશભરમાં ફેલાયેલા ૩,૦૦૦ આઉટલેટ્સના મજબૂત નેટવર્ક પર મોટો મદાર ધરાવે છે અને ૪,૬૦૦ પિન કોડ્સમાં સર્વિસીઝ પૂરી પાડે છે. હાલ કંપની સમગ્ર ભારતમાં ૧૨૬ વેરહાઉસીસ ધરાવે છે અને વર્ષ ૨૦૨૬ સુધીમાં તેમાં વધુ ૧૫૦ વેરહાઉસીસનો ઉમેરો કરવાની યોજના છે. કુરિયર સર્વિસીઝ ઉપરાંત કંપનીએ સપ્લાય ચેઈન અને ઈન્ટરનેશનલ કાર્ગો સર્વિસીસ ક્ષેત્રે પણ વિસ્તરણ કર્યું છે. કંપની તેના નેટવર્કમાં દેશભરમાં વધુ ૨,૦૦૦ શહેરો અને નગરો ઉમેરવાની યોજના ધરાવે છે અને આગામી પાંચ વર્ષમાં રૂ. ૧,૦૦૦ કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક રાખે છે. ઈ-કોમર્સ ક્ષેત્રની વિપુલ તકો ઝડપવા માટે કંપની તેના વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવી રહી છે અને તે ક્ષેત્રની કામગીરીઓ માટે એક અલગ ડિવિઝન ઊભું કરી રહી છે.લોજિસ્ટિકસ સેકટર ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે જેનું કદ લગભગ રૂ. ૧૬.૪૧ લાખ કરોડ જેટલું છે અને તે ભારતના બજારના કુલ જીડીપીના લગભગ ૧૩.૫ ટકા છે. લોજિસ્ટિકસ સેકટર હવે કોવિડ-૧૯ મહામારીની અસરમાંથી બહાર આવી ગયું છે અને બિઝનેસ ફરી પૂર્વવત બન્યા છે. કોવિડ-૧૯ પછી ભારતમાં લોજિસ્ટિકસ માર્કેટનું કદ વાર્ષિક ધોરણે ૧૭.૬ ટકાના દરે વૃદ્ઘિ પામશે તેવી સંભાવના છે.

ભારતમાં ઓર્ગેનાઈઝડ લોજિસ્ટિકસ માર્કેટ કુલ ભારતીય લોજિસ્ટિકસ માર્કેટના માત્ર ૧૦ ટકા જેટલું જ છે. ઓછા સમયમાં ડિલિવરી મેળવવાની ગ્રાહકોની વધતી જતી પસંદગી અને પ્રોડકટ્સની ઝડપી ડિલિવરી માટે અવનવી ટેકિનકસના વધી રહેલા ઉપયોગ જેવી બાબતો ભારતમાં ઓર્ગેનાઈઝડ લોજિસ્ટિકસ કંપનીઓના વૃદ્ઘિમાં નવી ઊર્જાનો સંચાર કરી રહી છે. ઓર્ગેનાઈઝડ લોજિસ્ટિકસ સેકટર વર્ષે ૧૦થી ૧૫ ટકાના દરે વૃદ્ઘિ પામે તેવી શકયતા છે, એમ શ્રી મોકરિયાએ ઉમેર્યું હતું.નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે કંપની ૩,૧૯૦ નવા પિનકોડ ઉમેરવાની યોજના ધરાવે છે જે ૯૦૦થી વધુ નવા લોકેશન્સ આવરી લેશે. આ ૯૦૦થી વધુ નવા લોકેશન્સ પૈકી ૨૦૦ મુખ્ય શહેરો હશે અને બાકીના ટિયર-ટુ અને ટિયર-થ્રી શહેરો હશે. આ આક્રમક વિસ્તરણ યોજના સાથે શ્રી મારૂતિ કુરિયર નાણાંકીય વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં ૨,૫૦૦ શહેરો અને નગરોમાં નેટવર્ક અને લગભગ ૪,૦૦૦ આઉટલેટ્સનો લક્ષ્યાંક રાખે છે. કંપની એર અને સરફેસ ટ્રાન્સપોર્ટ રૂટ્સ દ્વારા રોજિંદા ધોરણે ૨.૫ લાખ કુરિયર અને કન્સાઈનમેન્ટ્સની ડિલિવરી કરે છે. કંપની કર્મચારીઓ, ફ્રેન્ચાઈઝી તથા અન્ય એસોસિયેટ્સ સહિત ૧૫,૦૦૦થી વધુ પ્રતિબદ્ઘ અને ખંતીલા કર્મચારીઓ ધરાવે છે.

(4:15 pm IST)