Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

એટ્રોસીટી, મારામારીના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૬: એટ્રોસીટી મારામારી તથા લુંટના ગુન્‍હામાં પકડાયેલ આરોપીઓનો કોર્ટે છુટકારો ફરમાવેલ હતો.

ફરીયાદ પક્ષની હકીકત એવી છે કે ફરીયાદી પોતાના એકસેસ મોટર સાયકલ લઇ ઘરે જતો હતો ત્‍યારે બપોરના આશરે ૧.૩૦ કલાકે હું કુવાડવા રોડ ઉપર શકિત હોટલ સામે પહોંચેલ તે વખતે અજાણ્‍યા માણસો મને મોઢા ઉપર ઢીકા પાટુથી માર મારવા લાગેલ જેથી મને મોઢા ઉપર ઇજા થયેલ અને તેવામાં મારા ગળામાં પહેરેલ સોનાનો ચેઇન ત્રણ તોલા વજનનો લુંટી લીધેલ અને ફરીયાદીને જ્ઞાતિ પ્રત્‍યે હળધુત કરી મારી નાખવાની ધમકી આપી બધા જતા રહેલ હતા. જે બાબતની ફરીયાદ એ રાજકોટ બી-ડીવીઝનમાં નોંધાયેલ હતી.

આ બાબતનો કેસ નામ.કોર્ટમાં ચાલી ગયેલ અને સદરહું કેસમાં ફરીયાદી તથા ૧૮ સાક્ષીઓની જુબાની થયેલ અને તપાસ કરનાર અધિકારીની જુબાની થયેલ. અને બાદમાં સરકારી વકીલે દલીલો કરેલ અને આરોપીઓના એડવોકેટ રાજેશ કનુભાઇ ધ્રુવ, એ દલીલો કરેલ જે સેસન્‍સ અદાલતે માન્‍ય રાખીને આરોપી ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા, ઇમરાન ઉર્ફે વીટી ગફારભાઇ કટારીયા, રફીક ઉર્ફે પાડો અલ્લારખાભાઇ ભાડુલાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામે ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા, ઇમરાન ઉર્ફે વીટી ગફારભાઇ કટારીયા, રફીક ઉર્ફે પાડાોે અલ્લારખાભાઇ ભાડુલા વતી એડવોકેટ રાજેશ કનુભાઇ ધ્રુવ, મીતલ રાજેશ ધ્રુવ, ભુમીકા એચ.ગજેરા, પ્રગતી માકડીયા, દિપક સોલંકી, સંદીપ સતાણી, જીતેન્‍દ્ર આર.સીહ, બીપીન રીબડીયા, નીરજ સોલંકી, અમીત કોઠારી, વિશાલ સોલંકી એડવોકેટ તથા આસીસ્‍ટન્‍ટ તરીકે યશ ડોડીયા તથા નીકીતા બાવળીયા રોકાયેલ હતા.(

(4:26 pm IST)