Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મેંગો માર્કેટ પાસે ગુરૂદેવ પાર્કમાં શટર ઉંચકી ટ્રકના રૂ. ૮૯,૫૦૦ના ૬ ટાયર-ટ્યુબની ચોરી

વેપારી હમીરભાઇ ભટ્ટે બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ

રાજકોટ તા. ૬: કુવાડવા રોડ પર મેંગો માર્કેટથી આગળ શેરીમાં આવેલા ગુરૂદેવ પાર્કમાં સ્ટાર ટાયર્સ નામની દૂકાનનું શટર ઉંચકી તસ્કરો ટ્રકના રૂ. ૮૯૫૦૦ની કિંમતના છ ટાયર, ટ્યુબ અને ફલેટ (લંગોટ) ચોરી જતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે દૂકાન માલિક કેકેવી હોલ પાસે સદ્દગુરૂ પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૨માં આઠમા માળે રહેતાં હમીરભાઇ પરિમલભાઇ ભટ્ટ (ઉ.૪૫)ની ફરિયાદ નોંધવામાં આવી છે. તા. ૧૭/૭ થી ૧૮/૭ના ગાળામાં તસ્કરો સ્ટાર ટાયર્સ નામની વેપારી હમીરભાઇની દૂકાનના શટરના તાળા મારવાના નકુચા વાળી અડધુ શટર ઉંચકાવી અંદર ઘુસી ગયા હતાં અને જે. કે. કંપનીના ચાર ટાયર રૂ. ૫૮ હજારના તથા ચાઇનાના બે ટાયર, ટ્યુબ, લંગોટ રૂ. ૩૧૫૦૦ના મળી કુલ રૂ. ૮૯૫૦૦ના  ટાયર, ટ્યુબ, લંગોટ ચોરી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે. જે તે વખતે અરજી કરવામાં આવી હતી. હવે ગુનો દાખલ થતાં પીએસઆઇ એચ. એમ. જાડેજાએ તપાસ શરૂ કરી છે.

(12:44 pm IST)