Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ચુનારાવાડના દેવરાજે બાઇક ફેરવવા ન આપતાં રવિએ છરી ઝીંકી દીધી

રાજકોટ તા. ૬: ચુનારાવાડ-૧/૧૪માં રહેતાં અને છુટક મજૂરી કરતાં દેવરાજ કાનાભાઇ શિયાળ (કોળી) (ઉ.વ.૨૦)ને રાતે દસેક વાગ્યે ઘર નજીક ટ્રેકટર ચોકમાં હતો ત્યારે રવિ દરબારે ઝઘડો કરી ગાળો દઇ છરીથી હુમલો કરી જમણા સાથળે ઇજા કરી મારી નાંખવાની ધમકી આપતાં થોરાળા પોલીસે ગુનો નોંધ્યો છે.

દેવરાજે ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ઘર પાસે હતો ત્યારે રવિ આવ્યો હતો અને તેણે થોડા દિવસ પહેલા મારી પાસે મારુ મોટરસાઇકલ ફેરવવા માંગ્યું હોઇ તે મેં તેને આપ્યું ન હોઇ તેનો ખાર રાખી હુમલો કરી ભાગી ગયો હતો. પીએસઆઇ એ. એલ. બારસીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:44 pm IST)