Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

કેકેવી હોલથી ઇન્દિરા સર્કલ પુલ પર ચાલુ વાહને ફટાકડા ફોડી વિડીયો બનાવ્યોઃ ગાંધીગ્રામ પોલીસે ત્રણને પકડ્યા

જકોટઃ બે દિવસ પહેલા રાત્રીના અગિયારથી બારની વચ્ચે કેકેવી હોલથી ઇન્દિરા સર્કલ વચ્ચેના પુલ પર એકસેસ ટુવ્હીલર પર ત્રણ શખ્સો નીકળ્યા હતાં અને ચાલુ વાહને ફટાકડા ફોડી રોડ પર ફેંકી તેનો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, હેડકન્સ. ખોડુભા જાડેજા, ભરતભાઇ ચોૈહાણ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, દિગુભા, ગોપાલા બોળીયા તથા દિનેશભાઇએ તપાસ શરૂ કરી જીજે૦૩એમડી-૦૩૪૫ નંબરના એકસેસ પર બેસી ફટાકડા ફોડી વિડીયો બનાવનારા શખ્સો હર્ષિત ધર્મેન્દ્રભાઇ ચોૈહાણ (રહે. લક્ષ્મીનગર રોડ ફિલ્ડ માર્શલ શેરી), જયરાજ વિમલભાઇ નકુમ (રહે. મવડી રોડ નવલનગર-૨) અને આદિત્ય ભાવેશભાઇ વાઘેલા (રહે. લક્ષ્મીનગર મેઇન રોડ, શ્રીજી મોબાઇલ સામે)ને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

(10:46 am IST)