Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

મ.ન.પા.માં ભા.જપ.ના 'ચાણકય' ગણાતા સિનિયર નેતાની રિ-એન્ટ્રીઃ કશ્યપ શુકલને કર્મચારી યુનિયન ''કર્મચારી પરિષદ''ના પ્રમુખ બનાવવા નિર્ણયઃ વજુભાઇ વાળાના નિકટના સાથી જયેન્દ્રભાઇ મેતા પ્રમુખપદ છોડશે.

રાજકોટઃ મહાનગર પાલિકામાં ભા.જ.પના 'ચકણય' ગણાતા સિનિયર નેતા કશ્યપભાઇ શુકલ ફરી સક્રિય થઇ રહ્યાના અહેવાલો છે. મ.ન.પા.ના કર્મચારીઓનું વર્ષો જુના ''કર્મચારી પરિષદ'' યુનિયનના પ્રમુખનો તાજ કશ્યપભાઇ શુકલને પહેરાવવા નિર્ણય લેવાયાનું કર્મચારી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ કર્મચારી પરિષદમાં ઘણા વર્ષો પછી કોઇ રાજકીય અગ્રણી યુનિયનના પ્રમુખ બનશે. વર્ષો અગાઉ સ્વ. અભયભાઇ ભારદ્વાજ આ જવાબદારી સંભાળતા હતા ત્યારબાદ મ.ન.પા.ના જ તત્કાલીન અધિકારી જયેન્દ્ર મેતા કે જેઓ રાજકોટ ભા.જ.પ.ના પીઢ અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ છે. તેઓના નિકટતમ સાથી છે આજ સુધી જયેન્દ્રભાઇ મેતા કર્મચારી પરિષદનું પ્રમુખપદ સંભાળી રહ્યા છ.ે હવે તેઓને આ જવાબદારીમાંથી મુકિત આપી પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન કશ્યપભાઇ શુકલને કર્મચારી પરિષદના પ્રમુખ બનાવાશે.

(1:29 pm IST)