Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

દિવાળી અને નવા વર્ષની ઉજવણી કાલાવડ રોડ સ્થિત દિવ્યાંગ બાળકોનું ગૃહ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ અને સદભાવના વૃદ્ધાશ્રમમાં કરી સામાજિક જવાબદારી નિભાવતી રાજકોટ શહેર પોલીસ

રાજકોટ: શહેર પોલીસે દિવાળી અને નવા વર્ષની ઉજવણી દિવ્યાંગ બાળકો તથા વૃદ્ધાશ્રમ ખાતે કરી હતી. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો તહેવારની શાંતિ પૂર્વક ઉજવણી કરી શકે તેવી બંદોબસ્તની ગોઠવણી કરવા ઉપરાંત માનવતાવાદી કાર્યો પણ કર્યા હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સૂચનાથી આ દિવાળી તેમજ નવવર્ષની ઉજવણી દરમ્યાન પોલીસ અધિકારી કર્મચારીઓ સતત બંદોબસ્ત જાળવેલ અને ભીડભાડ વાળી જગ્યાએ ખાસ ખાનગી કપડામાં પીએન સ્ટાફને રાખી બંદોબસ્ત જાળવેલ તેમજ દુર્ગશક્તિ ટીમો પણ છેડતી અને મહિલા અત્યાચારના ગુના રોકવા તેમજ મહિલાઓ મુક્ત રીતે બજારોમાં ખરીદી કરી શકે તે માટે સતત પ્રયતનશીલ રહેલ તેમજ રાજકોટ શહેર પોલીસ આ વખતે લોકો પોતાના સમાન, વાહનો અને નાના બાળકોની સુરક્ષા પ્રત્યે ખરીદી દરમ્યાન બેદરકાર ના બને માટે વિશેષ ડ્રાઇવ રાખી લોકજાગૃતિ માટે પોલીસ દ્વારા લોકોના સામાન, બાળકો અને બાઈક તેમની જાણ બહાર લઈ જાઈ અને ત્યારબાદ તેમનું ધ્યાન દોરી બેદરકાર ના રહી અને એમના સામાન વિગેરેની સુરક્ષાનું ધ્યાન રાખવા સૂચના અને મીડિયાના મધ્યમ થી આ બાબતે વિડીયો બનાવી લોકોમાં જાગૃતિ લાવવા આ એક નવતર પ્રયોગ કરેલ હતો.

આ ઉપરાંત નમન પ્રોજેકટ અંતર્ગત શહેરમાં એકલા રહેતા સિનિયર સીટીઝનનો ડેટા શહેર પોલીસ પાસે ઉપલબ્ધ છે અને શહેર પોલીસ ના કર્મચારીઓ અવાર નવાર તેઓની મુલાકાત કરતાં હોય છે દિવાળી દરમ્યાન પોલીસ કમિશ્નરની ખાસ સૂચનાથી તેમની સુરક્ષા એ પોલીસની પ્રાથમિકતા હોઇ દુર્ગા શક્તિ મહિલા પોલીસની તેમજ તમામ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમ દ્વારા તેમની મુલાકાત લેવામાં આવેલ. સાથે સાથે તેમને દિવાળીની મીઠાઇ ફટાકડા આપી પોલીસ તેમના દીકરા દીકરી બની દિવાળીમાં તેમની સાથે સમય પસાર કરી તેઓના ચહેરાઓ પર આ તહેવાર માં મુશકાન લાવી હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયેલ હતા તેમજ એકલા રહેતા સિનિયર સીટીઝનસને પોલીસ અધિકારીઓ એ પોતાના નંબર આપી કોઈ પણ તકલીફ કે જરૂરિયાત હોય તો નિસંકોચ તેમના દીકરા કે દીકરી તરીકે ફોન કરવા જાણ કરેલ હતી.

નવા વર્ષ ના દિવસે પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા સહપરિવાર સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધેલ અને નવા વર્ષના દિવસનું લંચ શહેર પોલીસ તરફ થી કરાવવામાં આવેલ ત્યાંના સંચાલક વિજયભાઇ ડોબરિયા સાથે રહી સંસ્થા વિષે જાણેલ હતું ત્યાં રહતા વૃદ્ધોને પણ દિવાળીની મીઠાઇ ગરમ કપડાં ફળ અને સંસ્થાની જરૂરિયાત મુજબ ઘી આપવામાં આવેલ હતું પોલીસ કમિશ્નરએ નવા વર્ષના દિવસે ત્યાં રહેતા દરેકની સાથે વ્યકિતગત મળી તેઓ સાથે વાતો કરી તેમની સાથે સહપરિવાર બે કલાક જેટલો સમય ગાળેલ હતો.

આ ઉપરાંત પોલીસ કમિશ્નરની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ. એમ. એમ. ઝાલા અને તેમની ટીમ કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં જઈ ત્યાંના બાળકોને મીઠાઇ રમકડાં ફટાકડા તેમજ સંસ્થાની જરૂરિયાત મુજબ ધી આપી બાળકો સાથે પોલીસ અધિકારીઓ એ સમય પસાર કરેલ તેમજ પોલીસ કમિશ્નર સાહેબની સૂચના મુજબ એસઓજી પોલીસ ઇન્સ્પેકટર આર.વાય.રાવલ તેમજ ડીસીબી ના પો. સબ ઇન્સ. પી.એમ.ધાખડા સહિતની ટીમ કાલાવડ રોડ પર આવેલ સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત દિવ્યંગ બાળકોનું ગૃહ જયાં હાલ ૪૭ દિવ્યાંગ બાળકો રહે છે તેમની મુલાકાત લઈ આ બાળકોની સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવેલ તેઓને મીઠાઇ તેમજ સંસ્થાની જરૂરિયાત મુજબ તમામ બાળકો માટે એકજેવા ટ્રેક શુટ આપવામાં આવેલ હતા.

આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચના મુજબ રાજકોટ શહેર પોલીસએ પોતાની રૂટિન ફરજો ઉપરાંત ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓની મુલાકાત કરી માનવતા અભિગમ સાથે સામાજિક દાયિત્વ પણ નિભાવેલ હતું. પીઆઇ વી.કે.ગઢવી પણ સાથે રહ્યા હતા.

(4:30 pm IST)