Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટ બારની ચુંટણીમાં જીનીયસ પેનલના કાર્યાલયનો શુભારંભ

સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયાના હસ્તે કાર્યાલયનું ઉદઘાટનઃ સ્વયંભુ વકીલોની ઉપસ્થિતિ રાજકોટમાં શુધ્ધીકરણ પ્રક્રિયા આગળ ઘપાવવાની છે. સાંસદ મોકરીયાઃ સ્વચ્છ પ્રતિમા ધરાવતા વકીલોએ સક્રિયતા દાખવવી જરૂરી- ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલઃ શુધ્ધીકરણ તાકિદે કરવુ તે સમયની માંગ છે - અનિલ દેશાઇઃ અર્જુન પટેલની જીનીયસ પેનલના ઉમેદવારોને વકીલોને સ્વયંભુ સમર્થન : રાજકોટઃ રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં જીનીયસ પેનલના કાર્યાલયનું ઉદઘાટન રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કર્યું હતુ. તે સમયની તસ્વીરમાં અર્જુનભાઇ પટેલ, બિમલભાઇ જાની, પી.સી.વ્યાસ, દિવ્યેશભાઇ મહેતા, ડી.બી.બગડા, અજયભાઇ જોષી, જીનીયસ પેનલના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ધારાશાસ્ત્રી અનિલભાઇ દેશાઇ, સહિતના ઉપસ્થિત હતા. પ્રસ્તુત તસ્વીરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વકીલો નજરે પડે છે. (૪૦.૧૧)

રાજકોટઃ તા.૬, રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં હવે પ્રચાર જોરશોરથી શરૂ થયો છે. ગઇકાલે વકીલોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતીમાં જીનીયસ પેનલના કાર્યાલયનું ઉદઘાટન થયુ હતુ. જેમાં સાંસદ - ધારાસભ્યો અને સીનીયર ધારાશાસ્ત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

આગામી દિવસોમાં રાજકોટ બાર એસોસીએશનની ચુંટણી આવી રહી છે. જેમાં વકિલોમાં લોકપ્રીય, બહુમુખી પ્રતિભા ધરાવતા ઉમેદવારોએ જીનીયસ પેનલના નેજા હેઠળ ચુંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. જીનીયસ પેનલના નેજા હેઠળ રાજકોટ બારના પ્રમુખ પદ માટે જાણીતા, માનીતા ધારાશાસ્ત્રી  અજુનભાઈ ગોંડલીયા (પટેલ), ઉપપ્રમુખ પદે  બિમલભાઈ જાની, સેક્રેટરીના પદ પર  પી. સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી તરીકે  દિવ્યેશભાઈ મહેતા, ખજાનચી પદે  ડી. બી. બગડા તથા લાઈબ્રેરી સેકેટરી પદે  અજયભાઈ જોષીએ પોતાની ઉમેદવારી નોંધાવેલ છે.

વકિલોના હિતમાં કામ કરવાની નેમ સાથે આ ચુંટણીમાં ઝંપલાવનાર તમામ ઉમેદવારો ચુંટણી પ્રચારના કાર્યમાં લાગી ચુકયા છે. જીનીયસ પેનલના મધ્યસ્થ કાર્યાલયનું પ્રગતિ કોમ્પલેક્ષ ૧૫૦ ફટ રીંગ રોડ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.  કાર્યાલયનો રાજકોટના લોકલાડીલા સાંસદ  રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ તથા   લાખાભાઈ સાગઠીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે જીનીયસ પેનલના તમામ ઉમેદવારો તથા રાજકોટનાં જાણીતા સીનીયર ધારાશાસ્ત્રીઓ, જુનીયર વકિલો, ક્રિમીનલ બાર, લેબરબાર, સીવીલ બાર, એમ.એ. સી.પી. બાર, રેવન્યુ બાર, મહિલાબાર, લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન, યુનિટી ઓફ લોયર્સ, યુવા લોયર્સ, સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશન સહિતની સંસ્થાના અનેક આગેવાનો આ તકે બહોળી સંખ્યામાં સ્વયંભુ રીતે ઉપસ્થીત રહી તમામ ઉમેદવારોને પોતાનું સમર્થન જાહેર કર્યું હતુ.

સૌરાષ્ટ્રના સૌથી વધુ સભ્યો ધરાવતા રાજકોટ બાર એસોશિએશનની આગામી ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે રાજકોટ બાર એસોશિએશનમાં રાજકોટ બારની પ્રતિષ્ઠા વધુ મજબુત થાય , વકીલોના પ્રશ્ન્નો પરત્વે વધુ અસરકારક રજૂઆતો થાય, અને વકીલોના વ્યવસાયના પ્રશ્નો જેવા કે ૧૦ જેટલી વિવિધ ટ્રિબ્યુનલના વધુમાં વધુ સિટિંગ નિયમિત રીતે રાજકોટમાં થાય, વકીલો માટે કોન્ફરન્સ , સેમિનાર થાય અને રાજકોટના વકોલોની કાનૂની બાબતો પરત્વે સામાજિક પ્રતિષ્ઠા વધુ બળવત્તર બને તે દિશામાં કાર્યરત થવા માટે રાજકોટના સિનિયર એડવોકેટસની લાગણીઓને ધ્યાનમાં લઈને જીનિયસ પેનલૅનું ગઠન કરીને રાજકોટ ના સિનિયર ધારાશાસ્ત્રી અને પૂર્વ સરકારી વકીલ શ્રી અર્જુનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક મજબૂત અને સારું કાર્ય કરી શકે તેવી પેનલ ચૂંટણી જંગમાં મેદાને પડેલ છે.

 રાજકોટ બાર એસોસિએશનની આગામી ચુંટણીને ધ્યાનમાં લઇને ચુંટણી સુધી ચૂંટણીને લગતી વિવિધ બાબતોનું અસરકારક સંકલન થઈ શકે તે માટે રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર 'જીનિયસ પેનલ'નું ચુંટણી કાર્યાલયનું   મોટી સંખ્યામાં એડવોકેટની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ  રામભાઈ મોકરીયા અને ગુજરાતના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય  ગોવિંદભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહી આ ચૂંટણી કાર્યાલયનું વિધિવત રીતે દીપ પ્રાગટય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પ્રારંભમાં ધારાશાસ્ત્રી, શ્રી પી. સી. વ્યાસે 'જીનિયસ પેનલ'ના તમામ ઉમેદવારનો વિસ્તૃત પરીચય આપેલ હતો અને સ્વાગત પ્રવચન કરેલ હતું.

 ગુજરાતના રાજ્યસભાના સાંસદ   રામભાઇ મોકરીયા એ પોતાના વકતવ્યમાં પોતાના પ્રારંભીક દિવસોમાં પોરબંદર માં વકીલાતના  વ્યવસાયમાં જોડાયેલા હતા તેના સ્મરણો વાગોળ્યા હતા. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ના બારામાં અગાઉના વકતાઓના વકતવ્યોનો ઉલ્લેખ કરી ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીયકક્ષાએ સ્વચ્છતા અભિયાન શરૂ કરેલ છે તે રીતે રાજકોટમાં બાર એસોસિએશનમાં પણ જે કાંઈ ફરિયાદ આવેલ છે તેના બારામાં જણાવ્યું હતુ કે બાર એસોસિએશનમાં શુદ્ધિકરણની જે કાંઈ જરૂરી હોય ત્યાં તેઓ રાજકોટ બાર એસોસિએશન સાથે છે અને એટલું જ નહીં સરકાર કે પક્ષના નામે જો હુકમી કરવાવાળાથી ડર્યા વગર નિર્ભયતાથી અમારું ધ્યાન દોરવામાં આવશે તો અમો સરકાર કક્ષાએ પણ અસરકારક રજૂઆત કરી કડક પગલા લેવાય ત્યાં સુધીની કાળજી રાખવાની ખાત્રી આપેલ હતી અને ઉપસ્થિત વકીલો ને 'જીનિયસ પેનલ' ના ઉમેદવારોને જંગી બહુમતી થી વિજેતા બનાવવા અનુરોધ કરેલ હતો.

 ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય  ગોવિંદભાઇ પટેલે આગામી ચૂંટણીમાં સારી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વકીલો પુરી સક્રિયતા દાખવી ન્યાયતંત્રના અભિન્ન અંગ એવા બાર એસોસિએશનમાં પણ સાફસૂફી અને શુદ્ધિકરણની જરૂરી છે. આ બારામાં અમો આપની સાથે છીએ તેવી ખાત્રી આપેલી હતી.

 રાજકોટ ના જાણીતા એડવોકેટ અને સમગ્ર સૌરાષ્ટ્ર -કચ્છ માં ફોજદારી કાયદાના પ્રથમ હરોળના સિનિયર ધારાશાસ્ત્રી    અનિલભાઈ દેસાઈએ ખુબજ પ્રભાવશાળી વકતવ્ય જુસ્સાદાર શૈલીમાં આપેલ કે રાજકોટ બાર એસોસિએશનની સમાજમાં પ્રતિષ્ઠા વધે અને વ્યાપક સ્વીકૃતિ અને સારી પ્રતિષ્ઠા ધરાવતા અને સામાજીક ઉત્તરદાયિત્વ નીભાવવાવાળા વકીલો એ વધુ સક્રીય રહી વધુમાં વધુ મતદાન કરીને 'જીનિયસ પેનલ'ના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. નોટરીની નિયુકિતના અમુક કિસ્સામાં આવેલી ભ્રષ્ટાચારના આક્ષેપોના બારામાં શ્રી દેસાઈએ એવો કોલ આપ્યો હતો કે ન્યાયતંત્રના અભિન્ન અંગ એવા બાર એસોશિએશનમાં સારા અને પ્રમાણિક વકીલોએ વધુ સક્રીય રહી જાગૃતિ દાખવવી પડશે અને જરૂર પડ્યે રાજકોટના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને સરકારમાં પણ રજુઆત કરવાની સક્રિયતા રાખવી પડશે. ન્યાયતંત્ર અને બાર એસોસિએશન પાસે સમાજની અપેક્ષા છે સારી પ્રતિભા ધરાવતી વ્યકિતઓ ચૂંટાય તે માટે લોકશાહી પદ્ધતિમાં મતદાનની સક્રિયતા દાખવી બાર એસોસિએશનમાં શુદ્ધિકરણ કરવું પડશે. શ્રી દેસાઈએ તેના ઉદ્બોધનમાં ખુબજ આકરી ભાષામાં શુદ્ધિકરણ તાકીદે કરવા સમયની માંગ છે તેમ પણ જણાવેલું.

 સીનીયર મહિલા એડવોકેટ શ્રી રજનીબા રાણા એ તેમના વકતવ્યમાં જણાવેલ કે વકીલોએ આ ચુંટણીમાં જાગૃતતા દાખવી 'જીનીયસ પેનલ'ના તમામ ઉમેદવારો જંગી અને સારામાં સારી બહુમતી થી જીતે તેવું આહ્વાન કરેલું. પરિવર્તન તંદુરસ્ત બાર એસોશીએશન માટે અતિ આવશ્યક છે તેમ જણાવેલું.

 આ વખતની બાર એસોસીએશનની ચુંટણીમાં જીનીયસ પેનલ તરફથી ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો વકિલોની વચ્ચે રહેનારા લોકો છે અને તેઓ વકિલોની સમસ્યા, મુશ્કેલી વિગેરેને ખુબ નજીકથી સમજે છે માટે આ પેનલ વિજેતા બનીને જયારે પોતાનું કાર્ય કરશે ત્યારે વકિલોને ઉદભવતા પ્રશ્નોનું ત્વરીત નીરાકરણ લાવવા માટે સહભાગી  બનશે. કંઈક નવુ કરવાની નેમ સાથે ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોએ પોતાનો પ્રચાર ખુબ વ્યાપક રીતે શરૂ કરી દિધો છે. પ્રચારના પ્રાથમીક તબકકામાં જ તમામ ઉમેદવારોને જબ્બર સમર્થન મળી રહયુ છે માટે આ પેનલ જંગી બહુમતીથી વિજેતા બનશે તેમાં કોઈ મીનમેખ નથી. કેમ કે, આ વખતનું વાતાવરણ એવુ છે કે, તમામ વકિલોનો સુર જોતા જણાઈ આવે છે કે, આ વખતે પરિવર્તન ચોકકસ છે.

 આ કાર્યક્રમ નું સંચાલન  રક્ષિતભાઈ કલોલા એ કરેલ હતું. ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રાજકોટના સિનિયર એડવોકેટ સર્વશ્રી અનિલભાઈ દેસાઈ, લલીતસિંહ શાહી, પિયુષભાઈ શાહ, ગીરીશભાઈ ભટ્ટ , કમલેશભાઈ શાહ, તુલશીદાસ ગોંડલીયા, ભગીરથસિંહ ડોડીયા, કિરીટભાઈ પાઠક, પરેશભાઈ ઠાકર, ભાવિનભાઈ દફતરી, પથીકભાઈ દફતરી, નરેન્દ્રભાઈ બુસા, સુરેશભાઈ ફળદુ, જે. કે. સરધારા, ચેતન આસોદરીયા, મનિષભાઈ ખખ્ખર, પ્રફુલભાઈ વસાણી, કિરીટ નકુમ, હિમાંશુ પારેખ, નિવિદ પારેખ, હર્ષિલ શાહ, દિલીપભાઈ જોષી, ભરતભાઈ હિરાણી, અશ્વિનભાઈ મહાલીયા, એલ. જે. રાઠોડ, પરેશભાઈ મારૂ, વિશાલ ગોસાઈ, અશ્વિનભાઈ ગોસાઈ, જયેન્દ્રભાઈ ગોંડલીયા, સી. પી. પરમાર, રેવન્યુ બારના શ્રી જી. એલ. રામાણી, મૌલિકભાઈ ફળદુ, કેતનભાઈ મંડ, બી. એમ. પટેલ, દિનેશભાઈ વ્યાસ, કિશોરભાઈ સખીયા, એન. જે. પટેલ, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગૌસ્વામી, એમ.એ.સી.પી. બારના ગોપાલભાઈ ત્રીવેદી, અજયભાઈ સેહદાણી, પ્રિયંક ભટ્ટ, જી. આર. પ્રજાપતિ, બ્રિજેશ પરમાર, મકસુદ પરમાર, જય ગોંડલીયા, એ. ટી. જાડેજા, મૌલીક જોષી, કે. જે. ત્રીવેદી ટ્રેડમાર્કસ અને પેટન્ટ બારના રમેશભાઈ ઘોડાસરા તથા મહિલાબારના શ્રી રંજનીબા રાણા, ચેતનાબેન કાછડીયા, રેખાબેન પટેલ, મીતલબેન સોલંકી વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ.

(3:42 pm IST)