Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રેસકોર્ષ સંકુલને ચોખ્ખુચણાક બનાવતા વિદ્યાર્થીઓ : ૧૦ બેગ કચરાનો નિકાલ કરાયો

રાજકોટ : દર્શન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સહયોગથી ગઇ કાલે ૫ ડિસેમ્બર રવિવારની વહેલી સવારે રેસકોર્સના ગાર્ડન તેમજ તેમજ તેના આજુબાજુના એરિયાનું સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આ અભિયાનમાં વિદ્યાર્થીઓએ ૧૦ ગારબેજ ભરીને કચરો એકઠો કર્યો હતો તથા ત્યાં રહેતા લોકોને આજુબાજુ સ્વચ્છતા રહે તે માટેના નિયમોને પાળવા માટે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓના આ ઉતકૃષ્ટ કાર્ય બદલ દર્શન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.આર.જી. ધમસાણીયા તથા વાઇસ ચાનસેલર ડો.એમ.વી.સંઘાણીએ બિરદાવ્યા હતા.

(3:58 pm IST)