Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

૧૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેડરિબનનું નિર્માણ

એઇડસ દિનની ઉજવણી અંતર્ગત કાલે શેઠ હાઇસ્‍કુલ અને ગુરૂવારે શહેર-જિલ્‍લાની તમામ શાળાઓમાં રેડરીબીન બનાવાશેઃ એઇડસ પ્રિવેન્‍સન કલબ

રાજકોટઃ એઇડસ પ્રિવેન્‍સન કલબ દ્વારા વિશ્વ એઇડસ દિવસ ઉજવણીના ભાગરૂપે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું પ્રારંભ થયેલો હતો. જેમાં વિરાણી સ્‍કુલ ખાતે ધો.૯થી ૧૨ના ૧૫૦૦ વિદ્યાર્થીઓની વિશાળ રેડરિબન નિર્માણ કરીને જનજાગૃતિ પ્રસરાવી હતી.

આ કાર્યક્રમમાં કલબના ચેરમેન અરૂણદવેએ એચઆઇવી-એઇડસની સરળ સમજ સાથે છાત્રોની આગેવાની એઇડસ કંટ્રોલમાં જરૂરિયાત પર ભાર મૂકયો હતો. કાર્યક્રમમાં આઇએમએના સેક્રેટરી ડો.તુષાર પટેલ, આચાર્ય હરેન્‍દ્રસિંહ ડોડીયા, મહેશભાઇ મહેતા, સી.બી.માલાણી, ચિરાગભાઇ ધામેચા સ્‍પોર્ટલ ટીચર જી.બી.હિરપરા સહિતના હાજર રહયા હતા. આવતીકાલે જી.ટી.શેઠ સ્‍કુલ કેકેવીચોક ખાતે રેડરિબન ઉજવાશે. ગુરૂવારે શહેર-જીલ્‍લાની તમામ શાળામાં જીલ્‍લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી રેડરિબન બનાવાશે જેમાં એક હજારથી વધુ શાળાના છાત્રો જોડાશે. ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦૦થી વધુ કાર્યક્રમો સંસ્‍થા દ્વારા યોજાશે તેમ સેક્રેટરી વિશાલ કમાણીએ યાદીમાં જણાવેલ છે.

(3:43 pm IST)