Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજકોટ પંથકના બે શખ્સો ૩૪ બોટલ સાથે પકડાયા

શાપર-વેરાવળઃ પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી.એ.ઝાલા તથા સર્કલ પો.ઇન્સ. ની સુચનાથી શાપર (વે) પો.સ્ટે.ના પો.સબઇન્સ કે.એ.ગોહીલના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોઇ શાપર(વે) પો.સ્ટે. ના પો.હેડ.કોન્સ રોહિતભાઇ બકોત્રા તથા પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સે રવીરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. નરેશભાઇ લીબીલા,પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકકીત અમારે પારડી સ્મશાન પાસેથી ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂ સાથે (૧) રાજેશ ઉર્ફે રાજુભાઇ હરસુરભાઇ માકડ કાઠી દરબાર ઉ.રપ ધંધો ડ્રાઇવીંગ રહે. રાજકોટ માંડા ડંગર પાસે શેરી નં.રર (ર) પ્રેમજી ઉર્ફે પ્રેમ મોહનભાઇ રાઠોડ અનુજાતી ઉ.ર૩ ધંધો-મજુરી રહે. હાલ પારડી શીતળા માતાજીના મંદિર પાસે મારૂતી પાર્ક હનુમાનજી દાદાના મંદિર પાસેને પકડી (૧) રોયલ ચેલેજ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી ૭પ૦ એમ.એલ.ની બોટલો નંગ-ર૪ (ર) મેકડોવેલ્સ નં. ૧ સુપ્રીરીયર વ્હીસ્કી ઓરીજનલ તેમજ ફોર સેલ ઇન હરીયાણા ૭પ૦ એમ.એલ.ની બોટલ નંગ ૧૦ (૩) મોબાઇલ નંગ ર કિ.રૂ.૧૦,૦૦૦/- (૪) ઇકો કાર કી. રૂ. ર,૦૦,૦૦૦/ (પ) હોન્ડા સાઇન મો.સા. કિ. પ૦,૦૦૦/- કુલ મુદામાલ કિ. રૂ.ર,૭પ, ૩૩પ/- કબ્જે કરેલછે.

(3:04 pm IST)