Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રાજકોટમાં ધો. ૧ થી ૯ ની સ્‍કૂલો ૮ દિ'માં ઓનલાઇન થઇ જશે

મુખ્‍ય સચિવ સાથેની વીસીમાં રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરતની સ્‍થિતિ તૈયારી-કેસોની વિગતો ખાસ મેળવાઇ... : કેસો જે રીતે વધી રહ્યા છે...તે જોતા આ આદેશ ટુંકમાં આવશેઃ ટોચના અધીકારીનો નિર્દેશ : કર્ફયુ વધવાના પણ અપાતા ખાસ સંકેતો

રાજકોટ તા. ૬: આજે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં ટોચના એક અધીકારીએ નિર્દેશ આપ્‍યો હતો કે કોરોનાના કેસો જે રીતે વ ધી રહ્યા છે તે જોતા સરકાર ટુંકમાં અત્‍યંત કડક નિર્ણયો લાદી દેશે, તેમણે જણાવેલ કે રાજકોટમાં ધો. ૧ થી ૯ ની સ્‍કૂલો ૮ દિ'માં ફરજીયાત ઓનલાઇન થઇ જશે, ઓફ લાઇન બંધ કરી દેવાશે, કારણ કે બાળકોમાં પણ ધડાધડ કોરોના વકર્યો છે, આ જોખમ લેવાય નહીં.
તેમણે જણાવેલ કે આ ઉપરાંત કર્ફયુ અંગે પણ કડક નિયમો આવી જશે, કર્ફયુ વધી રહ્યાના સંકેતો આ ટોચના અધીકારી આપી રહ્યા છે.
દરમિયાન ગઇકાલે મુખ્‍ય સચિવની કોરોના બાબતે તંત્રો સાથે ખાસ મીટીંગો યોજાઇ હતી, આ ખાસ વીસીમાં રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરતમાં વધી રહેલા કોરોનાના કેસો, તંત્રો દ્વારા તૈયારીઓ, કર્ફયુ-માસ્‍કની અમલવારી, લોકોના ટોળા, હાલની સ્‍થિતિ વિગેરે તમામ બાબતે ખાસ સમીક્ષા કરાઇ હતી.

 

(3:13 pm IST)