Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ધરમનગર આવાસમાં સિકંદર કુરેશીને કેતન ઉર્ફ જીમ્‍મીએ પીઠમાં છરી ભોંકી, માથે ધોકો ફટકાર્યો

જુની અદાવતનું સમાધાન કરવા વામ્‍બે આવાસમાંથી આવ્‍યો'તો

રાજકોટ તા. ૭: વામ્‍બે આવાસ ક્‍વાર્ટરનો મુસ્‍લિમ યુવાન ગાંધીગ્રામ ધરમનગરમાં રહેતાં પઠાણ શખ્‍સની ઘરે જુની અદાવતનું સમાધાન કરવા ગયો ત્‍યારે પઠાણ શખ્‍સ ન હોઇ તેના મિત્રએ ‘તું અહિ શું કામ સમાધાન કરવા આવ્‍યો' કહી ગાળો દઇ છરી ઝીંકી દઇ ધોકાથી ફટકારતાં હોસ્‍પિટલના બિછાને પહોંચવું પડયું હતું.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ રાણી ટાવર પાછળ વામ્‍બે આવાસ યોજના ક્‍વાર્ટર નં. ૨૮૦૩માં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં સિકંદર રસુલભાઇ કુરેશી (ઉ.૨૭)ની ફરિયાદ પરથી વામ્‍બે આવાસમાં જ રહેતાં કેતન ઉર્ફ જીમ્‍મી રાજેશભાઇ ચાવડા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.
સિકંદરે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગુરૂવારે સાંજે સાડા છએક વાગ્‍યે હું તથા મારો મિત્ર ચંદ્રેશ ગોવિંદભાઇ કામી અને સલિમ એમ ત્રણેય મારા મિત્ર મહેબૂબ કે જે ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના ક્‍વાર્ટર સ્‍ટર્લિંગ પાછળ રહે છે તેની સાથે જુની અદાવતનું સમાધાન કરવા ગયા હતાં. આ વખતે મહેબૂબ તેના ઘરે નહોતો. પરંતુ કેતન ઉર્ફ જીમ્‍મી અને બીજા શખ્‍સો હતાં.
કેતન ઉર્ફ જીમ્‍મીએ ‘સમાધાન કરવા અહિ શું કામ આવ્‍યો છો? અહિથી ભાગી જા' કહી ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં તેણે પેન્‍ટના નેફમાંથી છરી કાી મને પીઠ પાછળ ઘા ઝીંક દીધો હતો. હું પડી જતાં કેતને બાજુના ડેલામાંથી ધોકો ઉપાડી માથામાં ફટકારી દીધો હતો. મારા મિત્રોએ મને છોડાવ્‍યો હતો અને હોસ્‍પિટલે ખસેડયો હતો. હેડકોન્‍સ. બી. જી. ખેરએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:37 pm IST)