Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૧૮ લાખનું વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૭ઃ ચેક રીટર્ન થયાના કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા રૂા. ૧૮,૦૦,૦૦૦/- વળતર જો ૧ માસમાં ફરીયાદીને વળતર ન ચુકવે તો વધુ ૧ માસની સજાનો હુકમ રાજકોટ કોર્ટે ફરમાવ્યો હતો.

આ કેસની વિગત મુજબ ફરીયાદી શિવરાજસિંહ જાડેજા રહે. રાજકોટ વાળા પાસેથી આરોપી સંદિપભાઇ અરવિંદભાઇ મહેતા ઠે. આરતી એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૧૧૩, પહેલો માળ, કાશી વિશ્વનાથ પ્લોટ પાછળ, રાજકોટનાએ ફરીયાદી પાસેથી હાથ ઉંછીની રકમ રૂા. ૧૮,૦૦,૦૦૦/- અંકે રૂપિયા અઢાર લાખ પુરા લીધેલ હતા, તે લેણી રકમ પરત ચુકવવા માટેના કુલ ૪ (ચાર) ચેકો આપેલ હતા. જે ચેકોની કુલ રકમ વસુલ થવા માટે બેન્ક ખાતામાં રજુ કરતા, આ ચેકો રીટર્ન થયેલ હતા. જે અંગેની નોટીસ આરોપીને આપેલ હતી જે તેઓને મળી ગયેલ હતી તેમ છતાં પૈસા ન ભરતા ફરીયાદીએ ધી નેગોશીએબલ કોર્ટમાં કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસમાં આરોપી હાજર થયેલ હતા અને કેસમાં પુરાવો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીયાદીના વકીલશ્રી મુકેશ આર. કેશરીયા તથા સંજયસિંહ આર. જાડેજા દ્વારા દલીલો અને રજુઆતો કર્યા બાદ કોર્ટે તેઢમના ચુકાદામાં પુરાવાની વિસ્તૃત છણાવટ બાદ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. જજશ્રી જી. ડી. પડીયાએ આરોપીને એક (૧) વર્ષની સજા તથા રૂા. ૧૮,૦૦,૦૦૦/- વળતર પેટે ૧ માસમાં ફરીયાદીને ચુકવવા તથા આ રકમ ચુકવવામાં કસુર કરવામાં આવે તો વધુ ૧ (એક) માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

ઉંપરોકત કામમાં ફરીયાદી વતી એડવોકેટ મુકેશ આર. કેશરીયા તથા સંજયસિંહ આર. જાડેજા તથા આર. એન. મંજુષા, પિયુષ સખીયા રોકાયેલ હતા.

(2:34 pm IST)