Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સમસ્યા ખરેખર ઉંકેલાઇઃ ઓનલાઇન કરેલ ફરિયાદની જાત ચકાસણી કરતા અમિત અરોરા

વોર્ડ નં. ૮માં વોટર કનેકશન બીલ અને પ્રોપર્ટી બીલ લીંક-અપની થયેલી કામગીરીથી મ્યુનિ. કમિશનર પ્રભાવિતઃ શહેરમાં જે જે વિસ્તારમાં બાકી હોય ત્યાં લીંક-અપ કરવા સુચના

રાજકોટ તા. ૭: મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિતરીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા વોર્ડ ઓફ્સિ અને વોર્ડના વિસ્તારોમાં રૂબરૂ જઈને વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે. જેમાં ગઈકાલ તા. ૬ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. ૮માં વિવિધ શાખાના અધિકારીઓને સાથે રાખી મુલાકાત કરી લોકો દ્વારા આવતી ફ્રિયાદનો નિકાલ કરવા અંગે કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ નાગરિક દ્વારા ગ્રીવન્સ રિડ્રેસલ એપ્લીકેશન (ઓનલાઈન)માં થયેલી ફ્રિયાદના નિવારણ બાદ ફ્રિયાદીના ઘરે રૂબરૂ જઈને ચકાસણી કરી હતી તેમજ વોર્ડ નં. ૦૮માં વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલ અંગે કરવામાં આવેલ લીંક-અપ કામગીરીથી પ્રભાવિત થયા હતા અને શહેરના જે જે વિસ્તારમાં બાકી હોય ત્યાં વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલ લીંક-અપ કરવા સુચના આપી હતી ત્યારબાદ ડ્રેનેજ સફઈ બાદ સ્લજ તાત્કાલિક ઉંપાડવા માટે પણ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.
 વોર્ડ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરે યોગી નિકેતન – ૩માં નાગરિક દ્વારા ડ્રેનેજની ઓનલાઈન ફ્રિયાદ કરી હતી જે અન્વયે ફ્રિયાદીના ઘરે રૂબરૂ જઈને ફ્રિયાદ નિવારણ બાબતે ચકાસણી કરી હતી. તેમજ વોર્ડ નં. ૦૮ વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલની લીંક-અપ કરવાની કામગીરી ખુબ સારી થયેલ છે જેનાથી મ્યુનિ. કમિશનર પ્રભાવિત થયા હતા અને શહેરના જે જે વિસ્તારોમાં બાકી હોય તેવા વિસ્તારોમાં લીંક-અપ કરવાની સુચના પણ આપી હતી.
મ્યુનિ. કમિશનરે વોર્ડ નં.૦૮માં રૂબરૂ મુલાકાત કરી સંબંધિત તમામ અધિકારીઓ પાસેથી આ વોર્ડના કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજિયક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉંન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર. સિંઘ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. કમિશનર સમીર ધડુક, આસી. મેનેજર નીરજ વ્યાસ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, અને વોર્ડ નં. ૦૮ના વોર્ડ ઓફ્સિર ભાવેશ સોનાગરા હાજર રહ્યા હતા.

 

(3:47 pm IST)