Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

એસ.બી.આઇ બેંકમાં ખોટા સોનાના દાગીના મુકી લોન કૌભાંડમાં વધુ એક જગદીશ વાઘેલા પકડાયો

યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસેથી ઝડપી લઇ એ ડીવીઝન પોલીસને સોંપ્યો

રાજકોટ,તા. ૭: ટાગોર રોડ વીરાણી ચોક પાસે આવેલી એસ.બી.આઇ બેંકની આર.કે.નગર અને એસ્ટ્રોન ચોકમાં જાગનાથ બ્રાંચમાં ખોટુ સોનાના દાગીના મુકી લોન કૌભાંડમાં વધુ એક શખ્સને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધો છે.
મળતી વિગત મુજબ વીરાણી ચોક, ટાગોર રોડ, એસ.બી.આઇ બેંકની આર.કે. નગર બ્રાંચ તથા એસ્ટ્રોન ચોકમાં આવેલ જાગનાથ બ્રાંચમાં ખોટા સોનાના દાગીના ગીરવે મુકી લોન કૌભાંડ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી આ ગુનામાં સામેલ જગદીશ વાઘેલા દોઢ સો ફુટ રોડ પર હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ તથા કોન્સ. જેન્તીગીરીને મળતા પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, સહદેવસિંહ, બલભદ્રસિંહ, બ્રીજરાજસિંહ સહિત દોઢ સો ફુટ રોડ પર રામાપીર ચોકડી પાસેથી જગદીશ વિનુભાઇ વાઘેલા (ઉંવ. ૫૪) (રહે. દોઢ સો ફુટ રોડ, રામાપીર ચોકડી પાસે રાણીમા રૂડીમાં ચોક પાસે)ને પકડી લઇ એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં એ ડીવીઝન પોલીસે અગાઉં બેંકના વેલ્યુઅર ધવલ રાજેશભાઇ ચોકસી, દિનેશ સામળાભાઇ મૈયડ તથા દીપક વસંતલાલ રાણપરા ત્યારબાદ ડાયા ભવાનભાઇ વાઘેલા, દિપક અમૃતભાઇ વાઘેલાની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં પકડાયેલ જગદીશ વાઘેલાએ પણ લોન લઇ છેતરપીંડી આચરી હતી.

 

(4:08 pm IST)