Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દિવો પ્રગટે એ પૂર્વે જ બુઝાઈ ગયો

સંગીત ક્ષેત્રમાં ટેલેન્ટ ધરાવતા સ્વ. રાજ માહીને શ્રધ્ધાંજલિ આપતો ‘સંગીત સંધ્યા’ કાર્યક્રમ રવિવારે

અકાળે પ્રભુએ બોલાવી લેતા ઉંભરતા ગાયકને રાજકોટના કલાકારો આપશે સંગીત શ્રધ્ધાંજલિઃ તેના વિડીયો આલ્બમનું પણ લોન્ચીંગ

રાજકોટ, તા. ૭:. મૂળ વઢવાણ ગામના વતની હાલ કાળીપાટ રહેતા ગરીબ સાધુ પરિવારન દીકરો રાજમાહી સંગીત ક્ષેત્રમાં ખૂબ સારૂ ટેલેન્ટ ધરાવતો હતો. તેને પોતાનો કાર્યક્રમ તા. ૯-૧-૨૦૨૨ના રોજ શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે રાખેલ પરંતુ ભગવાને તેને ઓચિંતા પોતાની પાસે બોલાવીને તેના ૪ વર્ષના બાળક અને પત્નિને નોધારા મુકી જતા રહેતા, તે પોતાના પરિવારનું પેટ ભરવા ભેળપુરીની લારી ચલાવતા હવે બાળક અને પત્નિ નોધારા બની જતા તેનું શું થશે ? તેવો વિચાર સુરશ્રી ગ્રુપના જેન્તીભાઈ પટેલે તેને ડોનેશન આપવા અપીલ મુકતા રાજકોટ તો દયાળુ સ્વભાવ ધરાવતુ શહેર છે. બધા સિંગરો, પરિચયમાં હોય તેવા વ્યકિત બીઝનેશમેન વગેરેએ ખૂબ ડોનેશન કર્યુ અને એક લાખ એક હજાર તેમના પત્નિને આપવાનું નક્કી કર્યુ. તેમા સારંશ સાાહીકના તંત્રી અને કૃષ્ણ ચિકિત્સાલયના પ્રમુખ નટુભાઈ કોટક, જયેશભાઈ, સ્માઈલ ગ્રુપના સુનિલભાઈ શાહ, સુરશ્રી ગ્રુપના જેન્તીભાઈ પટેલ, ફ્રેન્ડસ ગ્રુપના નિલાબેન હિંડોચા તથા રંગીલા સાઉંન્ડના શૈલેષભાઈ પોત પોતાનુ સાઉંન્ડનોે ચાર્જ જતો કર્યો છે. વગેરેની મહેનતથી ૮૨ હજાર જેવુ ફંડ ભેગુ થયુ છે હજી કોઈને આપવું હોય તો આપી સંગીતની સેવા કરી શકે છે. હવે તેને જે કાર્યક્રમ કરવાનો હતો તે મુકેશ ફેન કલબના મનસુખભાઈ વાવેચા કરશે. તે દિવસે આ રાજમાહીનું એક વિડીયો આલ્બમ ત્યાર હતુ તે લોન્ચ કરવાનું છે, બધા સંગીત ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં થશે તો આ કાર્યક્રમ તા. ૯-૧-૨૦૨૨ને રવિવારે બપોરે ૩.૦૦ થી ૭.૦૦ શ્રધ્ધાંજલિના રૂપમાં થશે સહુ નગરજનોને આ સંગીત સભામાં નિમંત્રણ આપવામા આવે છે.
આ સંગીત સંધ્યામાં મનસુખભાઈ વાવેચા, સુનિલભાઈ શાહ, પ્રભુદાસભાઈ રાજાણી, મુન્નાભાઈ ઠક્કર, દિનેશભાઈ બલદેવ, સંજયભાઈ જાની, ડો. કિશોરભાઈ રાઠોડ, દિપકભાઈ કક્કડ, કાજલબેન જાની, દમયંતીબેન પોપટ, હીનાબેન જેઠવા પોતાના અવાજનો જાદુ પાથરશે.(૨-૨૫)


 

(4:16 pm IST)