Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સ્વર સાધના એકેડમી દ્વારા કાલે નવા જુના ફિલ્મી ગીતોનો સંગીતમય કાર્યક્રમ

રાજકોટ તા. ૭: સ્વર સાધના એકેડેમી દ્વારા કાલે તા. ૮ ના શનિવારે સાંજે પ વાગ્યે અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન ખાતે નવા જુના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
લલિતભાઇ ત્રિવેદીના સ્ટુડન્ટસ દ્વારા કર્ણપ્રિય હિન્દી ફિલ્મી નવા જુના ગીતો રજુ કરાશે. મુખ્ય આયોજક કિશોરસિંહ જેઠવા, મનન વિંઝુડા, મુકેશ રાવત છે.
લલિતભાઇ ત્રિવેદીના નિર્દેશન હેઠળ મનન વિંઝુડા, કિશોરસિંહ જેઠવા, મુકેશ રાવત, નટુભાઇ પાણખાણીયા, ધૈવત શુકલ, રાજેન્દ્ર ઠાકર, સંજય મહેતા, ભદ્રેશ અધ્વર્યુ, નમ્રતા ગોસલીયા, સ્મિતા આશરા, ભાવના અંબાસણા, વર્ષા ગજજર, લીના શાહ, અરૂણા ત્રિવેદી સહીતના ગાયક કલાકારો ગીતો રજુ કરશે.
વાદ્યવૃંદમાં ઇમ્તીયાઝખાન સૈયદ, દિલીપભાઇ ત્રિવેદી, ફીરોઝ શેખ, ગુંજન મહેતા, અનુપમસિંહ ચૌહાણ, પ્રકાશ વાગડીયા, નુતન ભટ્ટ, યાસીન મલેક, કૌશિક મીસ્ત્રી સાથ આપશે.સરકારની ગાઇડ લાઇનને અનુસરીને આ કાર્યક્રમમાં મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ મહીલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળા ઉંપસ્થિત રહેશે.
કાર્યક્રમ વિનામુલ્યે છે. વ્યવસ્થા હેતુથી પાસ સીસ્ટમ રાખેલ છે. પાસ મેળવવા મો.૯૯૨૫૨ ૪૮૨૫૧ અથવા મો.૮૪૬૦૦ ૧૫૫૦૨ ઉંપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૫)

 

(4:17 pm IST)