Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

હડમતાળા તથા બાડપરમાં પુલ બનાવવા ૬.પ કરોડની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય સાગઠીયા

રાજકોટ તા. ૭ : રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં આવતા કોટડાસાંગાણી તાલુકા હડમતાળા અરડોઇ રોડ પર માઇનોર બ્રિજ બનાવવા માટે રૂપિયા ૧.પ૦ કરોડ તથા ગોંડલ નેશનલ હાઇવે થી હડમતાળા રોડ પર માઇનોર બ્રિજ બનાવવા માટે રૂપિયા ૧.૦૦ એક કરોડ તથા રાજકોટ તાલુકાના સરધાર-હરીપર-બાડપર-હોડથલી-દડવા રોડ (બાડપર ગામ પાસે) માઇનોર બ્રિજ બનાવવા માટે રૂપીયા ૪ કરોડની ગ્રાન્ટ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ મંજુર કરી છે.

બાડપર ગામના સરપંચ નિરમણભાઇ બકુતરા જણાવે છે કે અમારૂ ગામ તથા આજુ બાજુના ગ્રામજનો માટે છેલ્લા રપ વર્ષ જુનો પ્રશ્ન હતો પુલનો તેમાં સંરપસ અને ગ્રામજનોએ અને તમામ આગેવાનોએ પ વર્ષથી યુધ્ધના ધોરણે ઉપાડતા બાડપર  કરમાળ નદીના પુલનો જોબ નંબર આવી ગયો છે. જેના ૪ કરોડ પાસ થયા છે. આ માટેજ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની મહેનત કામ લાગી છે. તેઓએ જયા શૂધ્ધિ તમારો પુલ પાસ નહિ કરાવું ત્યાં શુધ્ધિ હું તમારો ચા નહિ પીવા આવું તેવુ વચન ધારાસભ્યોશ્રીએ પાડી બતાવ્યું છે.

આ પુલ મંજુર થતા રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નશીત તથા સરધાર ગામના આગેવાન રાજકોટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ પાણ ગુજરાત રાજયના મૂખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્યશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

તથા હડમતાળા ગામના પુલ માટે રૂપિયા ર.પ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદભાઇ સિંધવ તથા તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઇ સંઘાણી તાલુકા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગ્રામજનોએ ગુજરાત રાજયના મૂખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્યશ્રીનો આભાર વ્યકત કર્યો છે.

(5:19 pm IST)