Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન ઓનલાઇન સમારોહ યોજાશે : યુવક મહોત્સવ આંતરકોલેજ સ્પર્ધાઓ મોકૂફ રખાઇ

કોરોનાનું સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર-યુનિવર્સિટીના સત્તામંડળ દ્વારા નિર્ણય

રાજકોટ, તા. ૭ :  રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ગઇકાલે વાઇબ્રન્ટ સમીટ મોકૂફ રહ્યા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ઓફલાઇન કાર્યક્રમોને બદલે હવે ઓનલાઇન યોજવા ચક્રોગતિમાન કર્યો છે. પદવીદાન બાદ યુવક મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧ ફેબ્રુઆરીના યોજાનાર પદવીદાન સમારોહ ઓફલાઇને બદલે હવે ઓનલાઇન યોજાશે. શ્રી પ્રમુખસ્વામી ઓડીટોરીયમમાં માત્ર સૂવર્ણચંદ્રક વિજેતા છાત્રોને જ બોલાવવામાં આવશે. ર૦૦ લોકોને જ પદવીદાન સમારોહ માટે આમંત્રણ પાઠવવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ ઉપરાંત આંતર યુનિવર્સિટી રમોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ભાગ લેશે નહીં. આતંર કોલેજ રમોત્સવ મોકૂફ રાખવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં જે પરીક્ષાર્થીએ વેકસીનેશન કરાવ્યું હશે તેને જ પ્રવેશ આપવા નિર્ણય કર્યા છે.

(5:19 pm IST)