Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના મહામારીના કારણે ૧૭મી સુધી રાજકોટ જીલ્લા ન્યાયાલયમાં પોલીસ જાપ્તા રદ કરવા અને આરોપીને ફરજીયાત કોર્ટમાં હાજર કરવાનો હોય તો વિડીયો કોન્ફરન્સીંગથી હાજર કરવા મુખ્ય જીલ્લા ન્યાયાધીશનો આદેશ

રાજકોટ તા. ૭ :.. રાજકોટ જીલ્લાના મુખ્ય જીલ્લા ન્યાયાધીશ દ્વારા જણાવાયુ છે કે, ગુજરાત વડા અદાલતના પરિપત્ર મુજબ જુદા - જુદા નિર્ણયો કરાયા છે જેમાં તા. ૭-૪-ર૦ર૧ થી તા. ૧૭-૪-ર૦ર૧ સુધી પોલીસ જાપ્તા રદ કરવાના રહેશે તેમજ આરોપીને જો ફરજીયાત કોર્ટમાં હાજર રખાવવાનો થાય તો વિડીયો કોન્ફરન્સીંગથી હાજર રખાવી શકાશે. ઉપરોકત તારીખ સુધી કોર્ટની તમામ કાર્યવાહી વર્ચ્યુઅલ મોડ ઉપર કરવાની હોય વકીલશ્રીઓ તથા પક્ષકારોને કોર્ટ રૂમમાં પ્રવેશ આપવાનો નથી. વિશેષમાં જે પક્ષકારો તથા વકીલશ્રીઓની ઉપરોકત સમયગાળા દરમ્યાન મેટર ન હોય તે દિવસે તેઓને કોર્ટ કેમ્પસમાં પ્રવેશ આપવાનો નથી.

કોર્ટોમાં દાખલ થતા તમામ કેસોનું ફાઇલીંગ અગાઉ આપવામાં આવેલ સુચનાઓ મુજબ બંધ કવરમાં રજૂ કરવાનું રહેશે તેમજ, તા. ૧૭-૪-ર૦ર૧ સુધી તમામ કામોમાં સોગંદનામા નોટરાઇઝ કરી કેસમાં સામેલ કરી કવરમાં રજુ કરવાના રહેશે. ઉપરોકત સમયગાળા દરમ્યાન રજીસ્ટ્રારશ્રી-ડેપ્યુટી રજીસ્ટ્રારશ્રી-નાઝીરશ્રી રૂબરૂ કરવામાં આવતા સોગંદનામા બંધ કરવામાં આવેલ છે. કોઇપણ કેસોમાં પક્ષકારો વચ્ચે થયેલ સમાધાન અંગેની ફીઝીકલ સ્વરૂપની કોમ્પ્રોમાઇઝ પુરશીશ-વિથડ્રોલ પુરશીશ, ઍમ. ઍ. સી. પી.ના વળતરની રકમ, ભાડાની રકમ, ભરણ પોષણની રકમ તથા અન્ય કોઇપણ પ્રકારના પેમેન્ટ ઉપાડવા માટેની નવી અરજીઓ ફીઝીકલ સ્વરૂપે સ્વીકારવા માટે જિલ્લાની તમામ અદાલતો પૈકી, પ્રિન્સીપાલ કોર્ટના પ્રિસાઇડીંગ ઓફીસરશ્રી દ્વારા ઍકજ કલાર્કની નિમણુંક કરવાની રહેશે, અને આવી અરજીઓ સ્વીકારવા માટે હેડકવાર્ટર મુકામે ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ અને સીવીલ કોર્ટ બિલ્ડીંગ, તેમજ અન્ય તાલુકા મથકોઍ આવેલ કોર્ટોમાં કોઇ ઍક જ જગ્યા નિયત કરવાની રહેશે. વકિલશ્રીઓઍ કોર્ટમાં આવી નિયત કરેલ જગ્યા ઉપર, નિયત કરેલ કલાર્કને પેમેન્ટ અંગેની ફિઝીકલ અરજીઓ આપવાની રહેશે, તેમજ તે કલાર્ક દ્વારા અરજી સ્વીકાર્યા અંગેનો શેરો વકિલશ્રીની ઓફીસ કોપીમાં કરી આપવાનો રહેશે.

કલાર્કે અરજીઓ સંબંધીત કોર્ટોમાં તે જ દિવસે આગળની કાર્યવાહી માટે પહોîચાડવાની રહેશે. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી, રાજકોટ તથા જજશ્રી, સ્મોલ કોઝીઝ કોર્ટ, રાજકોટઍ તેમની કોર્ટમાં પેમેન્ટ સંબંધેની વ્યવસ્થા ઉપર જણાવ્યા મુજબની પધ્ધતિથી તેમના સ્તરેથી કરવાની રહેશે. ન્યાયાધિકારીશ્રીઓ પોતાની વિવેકબુદ્ધી અનુસાર અગાઉ કરેલ આયોજન મુજબ સમાધાન માટે રાખવામાં આવેલ કેસો ફીઝીકલી ચલાવી શકશે.  ન્યાયાધિકારીશ્રીઓઍ પોતાની કોર્ટના જે કેસોમાં દલીલો પૂર્ણ થયેલ હોય, તેવા કેસોમાં વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ઓર્ડર/જજમેન્ટ જાહેર કરાય માટે, સંબંધિત કેસના વકિલશ્રીઓ તથા જરૂરી પક્ષકારોને અગાઉથી જાણ કરી, વિડીયો કોન્ફરન્સીંગ દવરા ઓર્ડર/જજમેન્ટ જાહેર કરવાના રહેશે. જે ફોજદારી કેસોમાં આરોપીઓ જયુડીશ્યલ કસ્ટડીમાં હોય તો, જજમેન્ટ જાહેર કરતી વખતે તેને તેઓને સંબંધિત જેલ મારફત વીડીયો કોન્ફરન્સથી હાજર રાખવવાના રહશે. આરોપીઓના પ્રોડકશન વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવાનું રહેશે. પ્રોડકશન અંગેના તમામ જરૂરી કાગળો તેમજ જામીન-ખત, ઉપર પેરા-૪ માં જણાવેલ કલાર્કે સ્વીકારવના રહેશે.જામીનદારની વિગતોની ખરાઇ પણ સદરના કર્લો કરવાની રહેશે, અને સંબંધિત ન્યાયાધિકારીશ્રીઍ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા જ જામીનદારને જરૂરી પુછપરછ કરવાની રહેશે.

તમામ ન્યાયાધિકારીશ્રીઓઍ તા.૭/૪/ર૦ર૧ થી તા. ૧૭/૪/ર૦ર૧ સુધી પોત-પોતાની અદાલતોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી સિનીયર કલાર્ક પાસે જયુડીશ્યલ વર્ક કરાવડાવા તેમજ અન્ય જુનીયર કલાકો પાસે અદાલતમાં પડતર રહેલ ફેસલ કેસોના વર્ગીકરણની કામગીરી કરાવવી. જા અદાલતમાં વર્ગીકરણની કામગીરી પુર્ણ થઇ ગયેલ હોય તો આપશ્રીની કચેરીના રેકર્ડ પાસેથી તે જ કચેરીની અન્ય અદાલતોના વર્ગીકરણ અર્થે બાકી રહી ગયેલ કેસો મેળવી કર્મચારીઓ પાસે કરાવવા તેમજ રેકર્ડ રજીસ્ટર તૈયાર કરવાની કામગીરી કરાવવી.કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા સારૂ નામ. ગુજરાત વડી અદાલત તથા ગુજરાત સરકારીશ્રીની માર્ગદર્શનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. તેમ મુખ્ય જીલ્લા ન્યાયાધિશ ઉત્કર્ષ ઠાકોરભાઇ દેસાઇઍ જણાવ્યું છે.

(4:42 pm IST)