Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોટી ટાંકી ચોક વિસ્તારની એક હોસ્પિટલમાં બપોરે અચાનક પોલીસ ત્રાટકતા અનેક પ્રકારના તર્ક-વિતર્ક

રાજકોટ : અત્રેના મોટી ટાંકી ચોક વિસ્તારમાં આવેલી એક જાણીતી હોસ્પિટલમાં આજે બપોરે આ લખાય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અમદાવાદ અને સ્થાનિક પોલીસ ત્રાટકતા અનેક પ્રકારની ચર્ચાઓએ વેગ પકડયો છેઃ જાણવા મળતી વિગત અનુસાર પોલીસ અને ફુડ વિભાગે આ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને ઘરે પણ તપાસ શરૂ કરી છે. મળતી વિગત મુજબ ઇન્જેકશન અને કોવિડની દવાઓના મામલે તપાસ  હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

(4:15 pm IST)
  • આરટી - પીસીઆર ટેસ્ટનો ચાર્જ ઘટાડવાના હુકમ સામે સ્ટે આપવા કેરળ હાઈકોર્ટનો ઇન્કાર : કેરળમાં કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટનો ચાર્જ રૂપિયા ૧૭૦૦ માંથી રૂ. ૫૦૦ કરવાના કેરળ સરકારના હુકમ ઉપર મનાઇ હુકમ આપવા માટે કેરળ હાઇકોર્ટે ઈન્કાર કર્યો છે. access_time 1:54 pm IST

  • ફક્ત માથાનો દુખાવો અને શરીરના દુખાવા ના ચિહ્નો પણ કોવિડનાં લક્ષણો છે તેમ એક પ્રેસ કોન્ફરન્સમાં નીતી આયોગના સભ્ય ડો. વી. કે. પોલ એ જણાવ્યું છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:46 pm IST

  • કર્ણાટકમાં ૪૮૭૮૧ અને બેંગ્લોરમાં ૨૧૩૭૬ નવા કોરોના કેસ કર્ણાટકમાં આજે ૪૮ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા. એકલા બેંગ્લોરમાં ૨૧ હજારથી વધુ કાળમુખા કોરોનાના નવા કેસો આજે જોવા મળ્યા છે. access_time 8:09 pm IST