Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

છેલ્લા ૭ દિ'માં ઝાડા - ઉલ્‍ટી - શરદી - ઉધરસના ૩૬૦ કેસ

ડેન્‍ગ્‍યુ દેખાયો : તંત્રના ચોપડે ૧ દર્દીની નોંધ : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૬૧ને નોટીસ

મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મનપાની આરોગ્‍ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્‍તારમાં દવા છંટકાવ, ફોગીગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્‍વીર.
રાજકોટ તા. ૬ : શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૩૬૦ વધુ કેસ નોંધાયા છે. જયારે ડેન્‍ગ્‍યુનો એક કેસ નોંધાયો છે.
આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ૩૦ મે થી ૫ જૂન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છરજન્‍ય રોગચાળાનો ૧ કેસ
અઠવાડિયામાં મેલેરિયા તથા  ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્‍યારે ડેન્‍ગ્‍યુનો એક કેસ નોંધાયો છે.
શરદી-તાવનાં ૩૬૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૦૦ તેમજ સામાન્‍ય તાવના  ૭૪ અને ઝાડા- ઉલ્‍ટીના કેસ ૯૧ સહિત કુલ ૩૬૫ દર્દીઓ નોંધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૬૧ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૯,૭૦૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૪૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૬૧ લોકોને નોટીસ આપી  છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

 

(4:14 pm IST)