Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પેઇજપ્રમુખોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્‍યો બનાવી પાર્ટીને વટવૃક્ષ બનાવીએ : સી.આર.પાટીલ

શહેર ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક : શહેરના તમામ વોર્ડમાં વર્કશોપ યોજી કાર્યકર્તાઓને જવાબદારી સોંપાશે વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા કમલેશ મિરાણી

રાજકોટ : શહેરના હેમુ ગઢવી હોલ મીની થીયેટર ખાતે પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ સી.આર.પાટીલની ઉપસ્‍થિતિમાં અને શહર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજેશભાઈ ચુડાસમા, મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,  પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો.પ્રદીપ ડવ, ધનસુખ ભંડેરી, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર, કશ્‍યપ શુકલ, રક્ષાબેન બોળીયા, જીતુ મહેતા, રાજુભાઈ ધ્રુવ  સહીતનાની ઉપસ્‍થિતિમાં આ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. અ ા બેઠકનું સંચાલન મહામંત્રી જીતુ કોઠારીએ, બેઠકની વ્‍યવસ્‍થા કીશોર રાઠોડ તથા નરેન્‍દ્રસિહ ઠાકુરએ સંભાળી હતી.  આ બેઠકમાં કાર્યકર્તાઓને આગામી વિધાનસભાની ચૂંટણી અતંગર્ત વિસ્‍તૃત માહિતી આપતા પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ સી.આર. પાટીલએ જણાવેલ કે રાજકોટ હંમેશા સંગઠન ક્ષેત્રે આગળ રહયુ છે ત્‍યારે રાજકોટ ના પાચ હજારથી વધુ કાર્યકર્તાઓને સક્રીય કાર્ડ આપવામાં આવ્‍યા છે ઉપરંત અંદાજે દોઢ લાખથી વધુ પેજસમિતિની રચના કરી તમામ સભ્‍યોને પેજસમિતિના કાર્ડ પણ આપવામાં આવ્‍યા છે ત્‍યારે શહેરના અત્‍યારે ચાર લાખથી વધુ પ્રાથમિક સભ્‍યો પાર્ટીના બન્‍યા છે ત્‍યારે પાર્ટીના સંગઠનને વધુ સુદૃઢ બનાવવા પ્રાથમિક સદસ્‍યતા અભિયાન યોજી વધુને વધુ લોકોને પાર્ટીની રાષ્‍ટ્રવાદની વિચારધારા સાથે જોડવામાં આવશે તેમજ પેઈજસમિતિના સભ્‍યોને પ્રાથમિક સદસ્‍ય બનાવી પાર્ટીના સંગઠનને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ત્‍યારે અંતમાં સી.આર. પાટીલજીએ આગામી વિધાનસભાની ચૂંટણીને અંતર્ગત પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાનાર હોય પાર્ટીનો પ્રત્‍યેક  કાર્યકર્તા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી તમામ કાર્યક્રમોને સફળ બનાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થશે અને કેસરીયો લહેરાશે તેવો નિર્ધાર વ્‍યકત કર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરીવારના અનીલભાઈ પારેખ, હરેશ જોષી, રમેશભાઈ જોટાંગીયા, જીજ્ઞેશ જોષી, પી.નલારીયન પંડીત સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

 

(3:21 pm IST)