Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ઠાકર કરે તે ઠીક સમજણથી... અદેખાઈ - અવગુણથી અળગા રહેવાશે : પૂ.અપૂર્વમુનિ સ્‍વામી

રેસકોર્ષ મેદાનમાં યોજાએલ માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવનું રંગારંગ સમાપન : આજે સાંજે મહિલા દિનની ઉજવણી

રાજકોટ : પ.પૂ.પ્રમુખસ્‍વામી મહારાજના શતાબ્‍દી વર્ષ ઉપક્રમે બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા શહેરનાં રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં બીએપીએસ સંસ્‍થાના તેજસ્‍વી અને ઓજસ્‍વી વક્‍તા સંત પૂ.અપૂર્વમુનિ સ્‍વામીનાં વ્‍યાસાસ્‍થાને માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવનાં પુર્ણાહુતી દિને પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ ‘ઠાકર કરે તે ઠીક' વિષયક વકતવ્‍ય દ્વારા જીવનમાં આવતા દુઃખોમાં પ્રસન્ન રહેવાની કળા દ્રઢાવી હતી.
બીએપીએસ સંસ્‍થાના વરિષ્‍ઠ સદ્દગુરૂ સંત પ.પૂ.ડોક્‍ટર સ્‍વામી, સૌરાષ્‍ટ્રના ગોંડલ, જુનાગઢ, લીમડી, ભુજ, સુરેન્‍દ્રનગર, સારંગપુર મંદિર અને રાજકોટ મંદિરના સંતોની ઉપસ્‍થિતિમાં પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવનો ભવ્‍યાતિભવ્‍ય ઉદ્દઘોષ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્‍યમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્‍યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્‍યસભા સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્‍યશ્રી લાખાભાઈ સાગઠીયા, રાજકોટ મ્‍યુ. કોર્પો.ના કમિશ્નરશ્રી અમિતકુમાર અરોરા, ડીડીઓ શ્રી દેવભાઈ ચૌધરી, પીજીવીસીએલ મેનેજીંગ ડિરેક્‍ટરશ્રી વરૂણકુમાર બર્નવાલ ઉપસ્‍થિત રહ્યા હતા.   
મહોત્‍સવના મુખ્‍યપ્રવેશ દ્વારથી મુખ્‍યમંચ સુધી મશાલવાળા યુવકો, ધજાવાળા યુવકો દ્વારા રથ પર બિરાજીત પ.પૂ.પ્રમુખસ્‍વામી મહારાજની મૂર્તિની ભવ્‍ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું. રથયાત્રા મંચ પર પહોંચતા ઉપસ્‍થિત પ.પૂ.ડોક્‍ટર સ્‍વામી, પૂ.કોઠારી સ્‍વામી, વડીલ સંતો દ્વારા પ.પૂ.પ્રમુખસ્‍વામી મહારાજની મૂર્તિને કલાત્‍મક હાર અર્પણ કરી મહાનુભાવો દ્વારા વંદના કરવામાં આવી હતી.
અમદાવાદ ખાતે તા.૧૫ ડિસેમ્‍બર, ૨૦૨૨થી ૧૩ જાન્‍યુઆરી, ૨૦૨૩ દરમ્‍યાન ભાડજ સર્કલ ને ઓગણેજ સર્કલ વચ્‍ચેની જગ્‍યામાં ૩૦ દિવસ સુધી ભવ્‍યાતિભવ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ ઉજવાશે. આ શતાબ્‍દી મહોત્‍સવનો મંચસ્‍થ સંતો અને મહાનુભાવો દ્વારા શતાબ્‍દી લોગો અને ફૂગ્‍ગાઓને ગગન ગામી કરી, ધજા ફરકાવી ઉદ્દઘોષ કરવામાં આવ્‍યો હતો. અમદાવાદ શહેર ખાતે યોજાનાર શતાબ્‍દી મહોત્‍સવના આકર્ષણોની વિડીયો દ્વારા પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.    
પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ ઉપક્રમે રાજકોટ ખાતે યોજાયેલ માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવમાં ન કેવળ -વચન પરંતુ સમાજ સેવાની વિવિધ પ્રવળતિઓના પ્રકલ્‍પ પણ યોજાયા હતા.
જેમાં (૧) રાજકોટ શહેરના ૧૮૦૦ શતાબ્‍દી સેવકો દ્વારા ૧,૪૨,૪૫૫ વ્‍યક્‍તિઓનો સંપર્ક કરવામાં આવેલો જેમાં ૩૩,૦૦૦ પરિવારોએ ઘરસભા કરવાનો, ૧,૧૭,૦૦૦ પરિવારોએ સમુહ ભોજન કરવાનો અને ૭૦,૦૦૦ પરિવારોએ સમુહ આરતી અને પ્રાર્થનાના નિયમ ગ્રહણ કર્યા હતા.
(૨) રાજકોટ શહેરના ૨૮૧ બાળકો દ્વારા ૩૦,૦૯૦ લોકોનો સંપર્ક, ૩૭૬ બાલિકાઓ દ્વારા ૩૦,૪૦૦ લોકોનો સંપર્ક કરી વ્‍યસનમુક્‍ત રહેવાના અને વીજળી, પાણી અને વળક્ષોનું સંવર્ધન કરવાના સંકલ્‍પો દ્રઢાવ્‍યા હતા.
(૩) માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ દરમ્‍યાન યોજાયેલ પ્રમુખ રક્‍તદાન મહાયજ્ઞમાં ૧૨૫૦ લોકો દ્વારા ૪,૪૫,૦૦૦ સી.સી. રક્‍તદાન થયેલ. સાથે ૧૮૦૦ જેટલા દાતાઓએ અંગદાનનો સંકલ્‍પ કરેલ જે જરૂરીયાતમંદ માનવોની સહાય માટે તથા અનેક જીવોની જીંદગી બચાવવા માટે મદદરૂપ બની રહેશે.
(૪) આઈએમએ રાજકોટના ૧૦૧ પ્રતિષ્‍ઠિત ડોકટરો દ્વારા, આગામી પાંચ મહિના દરમ્‍યાન ૨૦,૦૦૦ જરૂરિયાતમંદ દર્દીઓનું નિઃશુલ્‍ક નિદાન અને ૨૫૦૦ જરૂરિયાતમંદ દર્દીઓના ઓપરેશન અને પ્રોસિજર કરવામાં આવશે.
(૫) પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ ઉપક્રમે ૧૦૦ ગ્રંથાયાલોમાં પુસ્‍તકો અર્પણ કરવામાં આવશે.
(૬) પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ ઉપક્રમે ૧૦૦ જેટલા નિરાધાર વળદ્ધોને સહાય કરવામાં આવશે.
આજે સાંજે ૬ થી ૯ દરમ્‍યાન વિરાટ મહિલા સંમેલન યોજાશે જેમાં રાજકોટ બીએપીએસની બાલિકા-યુવતી-મહિલાઓ સંવાદ, નળત્‍ય, પ્રવચન અને વિડીયોની રસપ્રદ પ્રસ્‍તુતિથીસ્ત્રીશક્‍તિને શિક્ષણ, સંસ્‍કાર, સેવા, સમર્પણ અને શ્રદ્ધાના સન્‍માર્ગે પ્રેરશે. જેમાં રાજકોટવાસી મહિલાઓને સગા-તોહી અને પરિવારજનો સાથે આમંત્રણ અપાયુ છે.

પંચમ દિન ‘ઠાકર કરે તે ઠીક' વકતવ્‍યના મુખ્‍ય અંશો
*    ‘ઠાકર કરે તે ઠીક' સમજણથી,
*    શારીરિક દુઃખોમાં સ્‍થિર રહેવાશે.
*    આર્થિક કટોકટીમાં અચળ રહેવાશે.
*    પારિવારિક પ્રશ્નોમાં પ્રસન્ન રહેવાશે.
*    આઘાત કે અપમાનમાં આનંદિત રહેવાશે.

ચતુર્થ દિન ‘હમ ચલે તો હિન્‍દુસ્‍તાન ચલે' વકતવ્‍યના મુખ્‍ય અંશો
*    હિન્‍દુસ્‍તાન બદલીએ
*    પ્રવિણતાથી (work with perfection)
*    પ્રામાણિકતાથી (work with Honesty)
*    પવિત્રતાથી (work with purity)
*    પ્રતિબદ્ધતાથી (work with positivity)
*    અસ્‍મિતાથી (work with spirit)
*    એકતાથી (work with unity)
*    પરોપકારીતાથી (work with Huminity)
*    પરમાર્થતાથી (work with Devotion)

 

(3:19 pm IST)