Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

શહેરના અલગ-અલગ માર્ગો પરથી ટેબલ-થડા સહિતની વધુ ૯૪ ચીજવસ્‍તુઓ જપ્‍ત

રાજકોટઃ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્‍ટ દ્વારા ડેપ્‍યુટી મ્‍યુનિ. કમિશનર સાહેબ સાથેની ઝુંબેશમાં શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા ટી સ્‍ટોલ અને ટેબલ તથા અન્‍ય ચીજવસ્‍તુઓ જપ્‍તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં જાહેર માર્ગ પર નડતર રૂપ ટી સ્‍ટોલ અને અન્‍ય પરચુરણ ચીજવસ્‍તુ ૯૪ (સાગર ફાસ્‍ટ ફુડ, રામેશ્‍વર પ્‍લાસ્‍ટીક, ગુરૂદેવ સેલ્‍સ, નસિબ રસ, જલારામ ફાસ્‍ટ ફુડ, બાલાજી ફરસાણ, ઠકકર ફરસાણ) તે રૈયા મેઇન રોડ, રૈયા ચોકડી, રૈયા સિમેન્‍ટ રોડ, યુનિ. રોડ, ૧પ૦ ફુટ રિંગ રોડ, શિતલ પાર્ક ચોક, નાના મૌવા રોડ, રૈયા એક્ષચેંજ રોડ, ઢેબર રોડ, ૮૦ ફુટ રોડ, એ.યુ. બેંકની બાજુમાં, યાજ્ઞિક રોડ, જયુબેલી પરથી જપ્‍ત કરવામાંઆવ્‍યા હતો અને વહીવટી ચાર્જ ૧ હજાર તે ૧પ૦ ફુટ રિંગ રોડ શિતલ પાર્ક ચોકમાંથી વસુલ કરવામાં આવ્‍યો હતો.

 

(4:21 pm IST)