Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કિશાનપરા ચોક ખાતે પ્‍લાસ્‍ટીકાય સ્‍વાહ ૨.૦ કાર્યક્રમ ખુલ્લો મુક્‍યો

વિશ્વ પર્યાવરણ દિવસે મનપા અને રેડ એફ.એમ.ના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત : સૌથી વધુ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટીક જમા કરાવનાર વ્‍યકિત કે પરિવાર રોકડ પુરસ્‍કાર જીતી શકશે

રાજકોટ તા. ૬ : સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓ જેવી કે પ્‍લાસ્‍ટિકની કેરી બેગ/ઝબલાનો ઉપયોગ લોકો ટાળે અને ભવિષ્‍યમાં અન્‍ય લોકોમાં પણ જાગૃતા લાવે તે અન્‍વયેમહાનગરપાલિકા તથા રેડ એફ એમ ૯૩.૫ સંયુક્‍ત ઉપક્રમે‘પ્‍લાસ્‍ટિકાય સ્‍વાહા ૨.૦'નામના એક કાર્યક્રમનું આયોજન કરેલ છે.તા. ૫ જુનના રોજ યોજાનાર ‘પ્‍લાસ્‍ટિકાય સ્‍વાહા ૨.૦'કાર્યકમનું ઉદઘાટન કિશાનપરા ચોક ખાતે સવારે ૮ કલાકે કરવામાં આવશે.

આ કાર્યક્રમ તા ૫ જુન થી ૩૦ જુન  સુધી ચાલુ રહેશે.કિશાનપરા ચોક ખાતે શહેરીજનો સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓ જમા કરાવી શકશે.આ કાર્યકમ દરમિયાન જે કુટુંબ કે વ્‍યક્‍તિ દ્વારા આ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક જેટલું વધુ જમા કરવવામાં આવશેજેમાં કુલ રૂ.૫૧,૦૦૦નારૂપીયાના રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે. જેમાંથી પ્રથમ વિજેતાને ૨૬,૦૦૦, દ્વિતીય વિજેતાને ૧૫,૦૦૦, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦ રૂપિયાના પુરસ્‍કાર આપવામાં આવશે.

વિવિધ સોસાયટી, સ્‍કુલ, કોલેજ, સામાજીક સંસ્‍થામાં જઈને લોકોને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક આપવા અપીલ કરશે.અને ઉપરોક્‍ત કાર્યક્રમમાં આર.જે દ્વારાᅠᅠલોકોને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ ટાળવા અંગે જાગૃત કરવામાં આવશે, તેમરાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભરે જણાવ્‍યું હતું.

પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનજમેન્‍ટ નિયમો,૨૦૧૬ના સુધારેલ નિયમ ૪(૨)મુજબ‘પોલીસ્‍ટાયરીન અને એક્ષ્પાન્‍ડેબલ પોલીસ્‍ટાયરીન સહિતની સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક કોમોડીટીનું ઉત્‍પાદન,આયાત,સ્‍ટોકિંગ,વિતરણ,વેચાણ અને ઉપયોગ ૧લી જુલાઈથી પ્રતિબંધિત રહેશે. જેમાં પ્‍લાસ્‍ટિક સ્‍ટીક સાથે ઈયરબર્ડ્‍સ,ફુગ્‍ગાઓ માટે પ્‍લાસ્‍ટિક દાંડી, પ્‍લાસ્‍ટિક ધ્‍વજ, કેન્‍ડી સ્‍ટીક્‍સ, આઈસક્રીમ દાંડી, પોલીસ્‍ટાઈરીન (થર્મોકોલ)ની સજાવટની સામગ્રી, પ્‍લેટો, કપ, ગ્‍લાસ, કાંટા ચમચી, ચાકુ, સ્‍ટ્રો જેવી કટલેરી, મીઠાઈના ડબ્‍બા, નિમંત્રણ કાર્ડ, તથા સિગારેટ પેકેટની આજુ-બાજુ પેક કરવા માટેની ફિલ્‍મ, ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્‍લાસ્‍ટિક અથવા પીવીસી બેનરનો સમાવેશ થાય છે.

પ્‍લાસ્‍ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે એ હકીકત ધ્‍યાને લઇ પ્‍લાસ્‍ટીકનો ઉપયોગ બંધ કરવો જોઈએ. આપણે સૌ આ પ્‍લાસ્‍ટીકનીᅠᅠઆહુતિ આપીએ જે પર્યાવરણ માટે નુકશાનકારક છે. ᅠઆપની પાસે જે હાનિકારક પ્‍લાસ્‍ટિક અથવા પ્‍લાસ્‍ટિક કચરો છે એ જમા કરાવી આ અભિયાનમાં સામેલ થવા મેયરᅠ ડો. પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ. કમિશનરᅠ અમિત અરોરા અને ᅠસેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભરે એ વિનંતિ કરી છે.

(3:25 pm IST)