Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

લેન્‍ડ ગ્રેબીંગ કમિટીઃ ૩૧ કેસમાંથી ૪ કેસમાં ફોજદારીઃ ર૪ કેસ ફગાવાયા

રાજકોટ તા. ૬ :.. રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા લેન્‍ડ ગ્રેબિન્‍ગ કમીટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા ૩૧ કેસો પૈકી ૪ કેસમાં સંબંધિતો સામે એફ. આઇ. આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
ગુજરાત લેન્‍ડ ગ્રેબીન્‍ગ એકટ-ર૦ર૦ અન્‍વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ ૩૧ કેસો પૈકી ચોવીસ કેસો દફતરે કરવામાં આવ્‍યા હતાં. તથા ૩ કેસો પેન્‍ડિંગ રાખવામાં આવ્‍યા હતાં.
આ બેઠકમાં પોલીસ કમિશનરશ્રી રાજૂ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી કે. બી. ઠકકર, ડેપ્‍યુટી પોલીસ કમિશનર પ્રવિણકુમાર મીના, ડેપ્‍યુટી કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી કે. વી. બાટી, શ્રી સંદિપ વર્મા, તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

(10:21 am IST)