Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મેટોડા જીઆઇડીસીનાં ભાજપનાં કાર્યકરો દ્વારા મુલાકાત

  ખીરસરા : રાજકોટ વિધાનસભા ૭૧ ના પ્રવાસે પડધરી ટંકારા પૂર્વ ધારાસભ્‍ય બાવનજીભાઇ મેતલિયા આવ્‍યા હતા.  વિધાનસભા સભામાં ત્રણ દિવસના રાજનૈતિક પ્રવાસ અંતર્ગત આજે મેટોડા જીઆઇડીસીના મણીધ્‍વીપ મંદિરમા કાર્યકરાઓ સાથે દર્શન કરી રાજકોટ જીલ્લા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા શૈલેષભાઈ રાઠોડ તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકીયા કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા યુવા ભાજપ ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા યુવા ભાજપ મોહિતભાઇ દાફડા દિનેશભાઈ મૈત્રા બાલસર દિનેશભાઈ સરપંચ દેવાયતભાઇ કુગશીયા છગનભાઈ મોરડ ચાદલી દાફડા ચિભડા તેમજ તાલુકાના આગેવાનોની ઉપસ્‍થિતમા કેન્‍દ્ર માન. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની કેન્‍દ્ર સરકારની કામગીરી તેમજ વિકાસની અવનવી યોજનાઓની માહિતી  લોધીકા તાલુકાના પીજીવીસીએલ સબ ડિવિઝન નીચે આવતા લોધીકા ચિભડા નગરપીપળીયા તેમજ અન્‍ય ગામોના ખેડૂતોને પડતી વિજળીની તકલીફોની રજુઆત આ પ્રવાસ દરમિયાન બાવનજીભાઇને જીલ્લા તેમજ તાલુકાના આગેવાનો દ્વારા કરવામાં આવતાની સાથે પીજીવીસીએલના લાગતા વળગતા અધિકારીઓ સાથે સ્‍થળ ઉપર જ બાવનજીભાઇ મેતલીયા દ્વારા વાત કરવામાં આવેલ તેમજ ખેડુતોના આ પ્રશ્ર્નો નિકાલ તાત્‍કાલિક ઘટતુ કરવા જણાવેલ તેમજ તમામ આગેવાનો એ એકજ સુરમા જણાવેલ કે આ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં લોધીકા તાલુકામાં અમો વિધાનસભા ૭૧ના ઉમેદવારને જંગી લિંડ અપાવશુ લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના મેટોડા ગામ લોધીકા તેમજ તાલુકાના અન્‍ય ગામોના લોકોની મુલાકાત કરેલ તેમજ મેટોડા ગામનાની અંજલી પાર્ક સોસાયટી માં ગ્રામપંચાયત સ્‍વભંડોળના ભૂર્ગભ ગટરના કામનું ખાતમૂહુર્ત સોસાયટીના લોકો તેમજ પંચાયત સરપંચ જયંતિભાઈ સભાયા ઉપસરપંચ દિલીપભાઈ સભ્‍ય નિલેશભાઈ કાળુભાઇની ઉપસ્‍થિતમા ખાતમૂહુર્ત કરવામાં આવેલ તેમજ પ્રવાસ દરમિયાન મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયાના નિવાસ સ્‍થાને ચાલી રહેલ ત્રણ દિવસની અખંડ પારાયણના દર્શન કરેલ તેમજ સભાયા પરીવાર દ્વારા ઉપસ્‍થિત તેમજ આગેવાનોનું ફુલહારથી સન્‍માન કર્યું હતું. (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

 

(10:41 am IST)