Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

એક બોયફ્રેન્‍ડને મુકી બીજા સાથે મિત્રતા કરી, બીજાએ તરછોડી દેતાં યુવતિએ ફિનાઇલ પીધું

જામનગરની યુવતિ રાજકોટમાં બોયફ્રેન્‍ડ સાથે મળી ગર્લ્‍સ પીજી ચલાવે છેઃ સાથે જ રહેતો બોયફ્રેન્‍ડ રાતે ઝઘડો કરી જતો રહ્યા બાદ પગલુ ભરતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાઇ

Alternative text - include a link to the PDF!

રાજકોટ તા. ૭: જામનગર પંથકની એક યુવતિ રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગર્લ્‍સ પીજી ચલાવતી હોઇ અહિ આજે વહેલી સવારે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
અઠ્ઠાવીશ વર્ષની યુવતિએ હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે જામનગરમાં મારે વર્ષોથી એક યુવાન સાથે મિત્રતા હતાં. એ પછી મારી બહેનપણીનો ભાઇ મારા સંપર્કમાં આવતાં તેની સાથે પરિચય થયો હતો. તેણે મને પોતે લગ્ન કરવા ઇચ્‍છે છે તેવી વાતો કરતાં અગાઉના મિત્રને મુકીને બહેનપણીના ભાઇ સાથે મિત્રતા બાંધી હતી. બંનેએ સાથે મળી રાજકોટમાં ગર્લ્‍સ પીજી ચાલુ કરી હતી. એ મિત્ર મારી સાથે જ અહિ પીજીમાં રહેતો હતો. મેં અત્‍યાર સુધી એકાદ વર્ષથી તેનો બધો ખર્ચ ઉપાડયો હતો.
હવે મેં લગ્નની વાત કરતાં તેણે પોતાને બીજી છોકરી સાથે સગાઇ કરવાની છે તેવી વાત કરી દીધી હતી. આથી પોતે અગાઉના મિત્રને આ બાબતે વાત કરવા જતાં તેને ન ગમતાં ગત રાતે તેણે ઝઘડો કર્યો હતો અને તરછોડીને જતો રહ્યો હતો. આ કારણે પોતાને માઠુ લાગી જતાં ફિનાઇલ  પી ગઇ હતી. યુવતિની આ કેફીયતને આધારે પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ યુવતિને ગર્લ્‍સ પીજીમાં તેની સાથે નોકરી કરતી યુવતિએ સારવાર માટે ખસેડી હતી.

 

(11:52 am IST)