Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજકોટથી ગોંડલ ભાઇના ઘરે ગયેલી રેખા પર પતિનો હુમલોઃ વચ્‍ચે પડેલા ભત્રીજા જમાઇ રાહુલને ગંભીર ઇજા

બંનેને રાજકોટ ખસેડાયાઃ રેખાએ પતિ વિજય વિરૂધ્‍ધ ભરણપોષણનો કેસ કર્યો હોઇ ખાર રાખી હુમલો

રાજકોટ તા. ૭: રાજકોટ કુબલીયાપરામાં સાસરૂ ધરાવતી રેખા વિજય સોલંકી (ઉ.૨૫) હાલમાં ગોંડલ તાલુકા પંચાયત પાસે રહેતાં પોતાના ભાઇના ઘરે રોકાઇ હોઇ રાજકોટથી ગોંડલ આવી તેના પતિ વિજય સોલંકી તથા સાથેના વિશાલ સહિતે છરી, ધોકાથી હુમલો કરતાં રેખા અને તેને બચાવવા વચ્‍ચે પડેલા તેના ભત્રીજા જમાઇ વાંકાનેરના રાહુલ હેમતભાઇ કડેવાર (ઉ.૨૧)ને ગંભીર ઇજા થતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.
હોસ્‍પિટલ ચોકીના અશ્વિનભાઇએ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી. રેખા સોલંકીએ જણાવ્‍યું હતું કે મને પતિ વિજય હેરાન કરતો હોઇ અને તેણે બીજીસ્ત્રી સાથે લફરૂ કર્યુ હોઇ અગાઉ મેં તેના વિરૂધ્‍ધ ભરણપોષણનો કેસ કર્યો છે.  હાલમાં હું ગોંડલ ભાઇ સાથે રહુ છું. પતિએ ગોંડલ આવી હુમલો કર્યો હતો. અહિ વાંકાનેરથી મારો ભત્રીજા જમાઇ રાહુલ અને તેની પત્‍નિ રોશની આટો દેવા આવ્‍યા હોઇ રાહુલ વચ્‍ચે પડતાં તેને પણ છરી-ધોકાથી ગંભીર ઇજા પહોંચાડાઇ હતી. રાહુલ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો છે.

 

(11:54 am IST)