Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

તું પોલીસને બાતમી આપે છે કહી સંજય પરમારની ધોલધપાટ

જયપ્રકાશનગરમાં બચુ સહિતે માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૭: ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં સંજય મીઠાભાઇ પરમાર (ઉ.૩૦) નામના યુવાનને રાતે અગિયારેક વાગ્‍યે ઘર પાસે હતો ત્‍યારે બચુ અને રામદેવસિંહ નામના શખ્‍સોએ ઝઘડો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
સંજયના કહેવા મુજબ પોતે કલર કામ કરે છે. ત્રણ દિવસ પહેલા વિસ્‍તારમાંથી બચુના મિત્ર જગાનો દારૂ પોલીસે પકડયો હોઇ તે બાબતે ખાર રાખી બચુ સહિતે આવી ‘તું પોલીસને અમારી બાતમી આપે છે' તેમ કહી હુમલો કરાયો હતો.

 

(11:58 am IST)