Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સદર બજારના રમાબેન સંચાણીયાએ ફિનાઇલ પીધું: ઘરધણી હેરાન કરતાં હોવાનો આક્ષેપ

વર્ષો જુના ભાડૂઆતને મકાન ખાલી કરવા બાબતે હેરાનગતિ?

રાજકોટ તા. ૭: સદર બજારમાં નૂતન પ્રેસ નજીક ફાતેમા મંજીલ ખાતે રહેતાં રમાબેન ભીખુભાઇ સંચાણીયા (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધાએ સાંજે સવા સાતેક વાગ્‍યે ઘરે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
રમાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ ભીખુભાઇ મ્‍યુ. કોર્પોરેશનના નિવૃત કર્મચારી છે. ભીખુભાઇએ જણાવ્‍યું હતું કે અમે ફાતેમા મંજીલ મકાનના લગભગ સિત્તેર વર્ષ જુના ભાડૂઆત છીએ. જ્‍યારે આ મકાન ચાલીસેક વર્ષ પહેલા સાલેહભાઇ ચુનાવાલાએ લીધુ છે. હવે તેઓ દ્વારા અમને મકાન ખાલી કરવા મામલે સતત હેરાન કરવામાં આવે છે. કંટાળી જતાં મારા પત્‍નિ રમાબેને ફિનાઇલ પી લીધું હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

 

(11:59 am IST)