Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પેડક રોડના બગીચામાં તોફાન કરતાં શખ્‍સોને સમજાવતાં સિક્‍યુરીટી ગાર્ડ નાથાભાઇ પર હુમલો

અજાણ્‍યા શખ્‍સોએ પથ્‍થરમારો કરી ઢીકાપાટુનો માર માર્યો

રાજકોટ તા. ૭: પેડક રોડ પર આવેલા શ્‍યામજી કૃષ્‍ણ વર્મા ગાર્ડનમાં ગત સાંજે અજાણ્‍યા ચાર પાંચ શખ્‍સોએ બગીચાના સિક્‍યુરીટી ગાર્ડ પર હુમલો કરી પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.
માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં નાથાભાઇ ખીમાભાઇ સાંબડ (ઉ.૪૫) આર.એમ.સી.માં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર સિક્‍યુરીટી ગાર્ડમાં નોકરી કરતાં હોઇ ગત સાંજે તેમની નોકરી પેડક રોડ પરના બગીચા ખાતે હતી. અહિ બગીચામાં ચાર-પાંચ અજાણ્‍યા શખ્‍સો તોફાન કરતાં હોઇ અને એક બીજા પર પથ્‍થરા ફેંકતા હોઇ નાથાભાઇ આ શખ્‍સોએ શાંતિ જાળવવા અને તોફાન નહિ કરવા સમજાવવા જતાં બધાએ ઉશ્‍કેરાઇ જઇ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાંથી એક શખ્‍સે પથ્‍થરમારો કરતાં ઇજા થઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
જામનગર રોડ પર માલતીબેન ચોૈહાણની ધોલધપાટ
જામનગર રોડ સંજરી મસ્‍જીદની સામેના ભાગે રહેતાં માલતીબેન રાજુભાઇ ચોૈહાણ (ઉ.૨૯)ને સાજીદ, સલમા, મેહરીન અને હકુબેને ઝઘડો કરી લાકડીથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.
કુબલીયાપરામાં પાયલને પ્રકાશે વાંસામાં છરી ઝીંકી
કુબલીયાપરા મચ્‍છી ચોકમાં રહેતી પાયલ રાજુભાઇ મકવાણા (ઉ.૧૫)ને સાંજે ઘર પાસે હતી ત્‍યારે તેના ભાઇ પ્રકાશે ઝઘડો કરી વાંસામાં છરીથી ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

 

(12:00 pm IST)