Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિનું ગોૈરવઃ ભોૈતિક કુકડીયાને ધો-૧૦માં ૯૬.૮૩ પર્સન્‍ટાઇલ

રાજકોટ તા. ૭: શહેરની સર્વોદય સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં છાત્ર ભોૈતિક ધર્મેશભાઇ કુકડીયાએ  ધોરણ-૧૦માં ૯૬.૮૩ પર્સન્‍ટાઇલ સાથે ઉતિર્ણ થઇ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ, કુકડીયા પરિવાર અને શાળાનું ગોૈરવ વધાર્યુ છે. તેણે સાયન્‍સમાં ૯૪ ગુણ, સોશિયલ સાયન્‍સમાં ૯૧, ગુજરાતીમાં ૭૯, મેથ્‍સમાં ૮૯, અંગ્રેજીમાં ૭૯ અને સંસ્‍કૃતમાં ૯૨ ગુણ મેળવ્‍યા છે. ફર્નિચર કામ કરતાં પિતા અને ગૃહિણી માતા દક્ષાબેનના સુપુત્ર ભોૈતિક (મો.૯૮૨૪૩ ૯૯૭૯૬) હવે આગળ બાર સાયન્‍સમાં અભ્‍યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડવા આગળ વધશે. 

(12:02 pm IST)