Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પુષ્‍પા પાર્ક જમીન પ્રકરણે બલી ડાંગર અને તેના સાગ્રીતોની જામીન અરજી રદ : બે વીકમાં પોલીસ સમક્ષ સરન્‍ડર થવા આદેશ

રાજકોટ,તા. ૭ : ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટિસ શ્રી એ.એસ.સુપૈયાએ રાજકોટની ભાગોળે આવેલ પુષ્‍પા પાર્કના ચકચારી જમીન પ્રકરણમાં બલી ડાંગર તથા તેના સાગરીતોએ અગાઉ ગોંડલ સેસન્‍સ કોર્ટમાંથી મેળવેલ આગોતરા જામીન રદ કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટૂંક હકિકત એવી છે કે, વર્ષ ૨૦૧૪માં લોધિકા પોલીસ સ્‍ટેશનમાં બલી ડાંગર અને તેની ગેંગના મેમ્‍બરોએ રાજકોટની ભાગોળે આવેલ પુષ્‍પા પાર્ક તરીકે ઓળખાતી સોસાયટીના ખુલ્લા પડેલા પ્‍લોટો ઉપર ગેરકાયદેસર રીતે કબજો જમાવી ત્‍યાં ફાર્મ હાઉસ બનાવી નાખેલ અને પ્‍લોટ ધારકોને પ્‍લોટમાં પ્રવેશવા દેતા નહીં અને જાનથી મારી નાખવાની ધામ ધમકીઓ આપતા જેથી પુષ્‍પાપાર્કના ૩૫ થી વધુ પ્‍લોટ ધારકોએ આ અંગે લોધીકા પોલીસ સ્‍ટેશનમાં બલી ડાંગર અને તેની ગેંગ વિરૂધ્‍ધ આઇ.પી.સી.ની કલમ ૩૮૪,૩૮૭,૩૮૯,૫૦૬ (૨), ૫૦૪, ૧૨૦ (બી), ૩૪,૪૬૫,૪૬૭,૪૭૧ મુજબની ફરિયાદ નોંધાવેલ જે અનુસંધાને બલી ડાંગર અને તેના ગેંગ મેમ્‍બરોએ ગોંડલ કોર્ટમાં જમીન અરજી કરેલ હતી જે જમીન અરજી તા. ૨૫/૫/૨૦૧૫ના રોજ મંજુર કરવામાં આવેલ હતી.

ગોંડલ કોર્ટ દ્વારા જામીન અરજીનો હુકમ થતા પ્‍લોટ ધારક વસંતભાઇ ચકુભાઇ અજમેરા એ તેમના વકીલ અને કાનુની સલાહકારશ્રી સંજય પંડિતના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૫માં ગોંડલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ જામીનને ગુજરાત હાઇકોર્ટમાં પડકારેલ હતી જે જામીન રદ કરવાની અરજીની સુનાવણી પૂર્ણ થતા ગત તા. ૨-૫-૨૦૨૨ના રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા બલદેવ ઉર્ફે બલી વિરભાનું ડાંગર, મયુર ઉર્ફે મયલો બાબુલાલ પરમાર, અર્જુન રામભાઇ જલુ તથા રામદેવ ડાંગરના ગોંડલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ આગોતરા જામીન રદ કરતો હુકમ ફરમાવેલ હતો. અને આ બધા આરોપીઓને બે અઠવાડીયાની અંદર પોલીસ સમક્ષ સરનડર થવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે સરકાર પક્ષે એ.પી.પી.એલ.વી. ડાંભી તથા પ્‍લોટ ધારકો વતી એડવોકેટ બી.ટી.રાવ રોકાયા હતા.

(4:37 pm IST)