Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પ્રેમ પ્રકરણ બાદ લગ્ન કરી લેતા સુરતથી અપહરણ કરી મારકૂટના ગુનામાં ૧૦ આરોપી જામીન પર

રાજકોટ, તા.૬: પ્રેમ પ્રકરણ બાદ જામનગરમાં કોર્ટ મેરેજ કરનાર ફરીયાદી યોગેશ શામજીભાઇ ભુત અને તેમના પત્‍નિ મિતલબેન ગમારાને છૂટાછેડાના કાગળમાં સહી કરવા અંગે ચીમકી આપી ઢીકાપાટુનો ફરીયાદીને મારકૂટ કરવાના ગુનામાં પકડાયેલ તેણીના મામા સહિતના દશ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કરતાં તેઓએ જામીન પર છુટવા અરજી કરતા રાજકોટની કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામના ફરીયાદી યોગેશભાઇ ભુત એન મિતલબેનને પ્રેમ સંબંધ હોય બંને  સાથે સુરત રહેતા હોય ત્‍યાથી આરોપીઓ અપહરણ કરીને રાજકોટ લાવેલ અને છૂટાછેડાના કાગળોમાં સહિ કરાવવા ધાક-ધમકી આપીને મારકૂટ કરતા પોલીસમાં ગુનો નોંધાયો હતો.

આ અંગે ગાંધીગ્રામ (યુનિ.) પોલીસએ જાહેરમાં હથિયાર ધારણ કરી જાહેરનામાનો ભંગ કરી તથા અપહરણ કરેલ હોય તેથી તે વિરૂધ્‍ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૪૨, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), મુજબનો ગુન્‍હો નોંધેલ. પોલીસે કેસની તપાસ કરતા આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન બાબતે અપહરણ થયેલ છે તેવું તપાસમાં નીકળેલ અને મુખ્‍ય આરોપી (૧) લખાભાઇ બધાભાઈ ગોલતર (૨) ભુપતભાઈ રાજુભાઈ ભરવાડ (૩) જીવણભાઈ લખમણભાઇ ભરવાડ (૪) સંજયભાઈ સિંધાભાઈ ગોલતર (૫) કિશોરભાઈ કાનાભાઈ કબીરા (૬) જગમલભાઈ લખમણભાઇ ગોલતર (૭) રતાભાઈ લઘુભાઈ ગોલતર (૮) બાબુભાઈ રતાભાઇ ગોલતર (૯) મહેશભાઈ મુંધવા (૧૦) અજય બાવાજીને પોલીસે જયુડીશિયલ કસ્‍ટડી હવાલે કરેલ અને આરોપીઓના હથિયાર કબજે કરેલા હતા.

આ કામ અંગે રાજકોટની અદાલતમાં તમામ આરોપીઓએ તેમના એડવોકેટ મારફત જામીન અરજી કરેલ. જેમાં સરકાર પક્ષે દસ્‍તાવેજી પુરાવાઓ તથા મૌખિક રજૂઆતો કરી આરોપીને જામીન પર મુક્‍ત ન કરવા રજૂઆત કરવામાં આવી. આ જામીન અરજી અંતર્ગત લેખીત મૌખિક પુરાવાઓ, ઉભયપક્ષે ફરીયાદ પક્ષ અને આરોપી પક્ષ તરફે થયેલ રજૂઆતો તદુપરાંત ઉચ્‍ચ ન્‍યાયાલયના ચુકાદાઓ વિગેરે તમામ બાબતોને ધ્‍યાને લઇ રાજકોટના અદાલતના જજશ્રીએ આ કામના તમામ આરોપીઓને જામીન પર મુક્‍ત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં તમામ આરોપીઓ વતી રાજકોટના વકિલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, હુસેનભાઇ હેરંજા, જયદેવસિંહ ઝાલા, શક્‍તિભાઈ ગઢવી, પાર્થરાજસિંહ ઝાલા, વિગેરે રોકાયેલ હતા.

 

(12:52 pm IST)