Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પડધરીમાં ર૩૯ વિદેશીદારૂના બોટલના ગુન્‍હામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૬ : પડધરીના ર૩૯ બોટલના વિદેશી દારૂના ગૂન્‍હામાં આરોપીના રાજકોટ સેસન્‍સ અદાલતમાંથી જામીન મંજુર થયેલ છે.

આ કેસની વિગત જોઇએ તો તા.ર૪/ર/ર૦રરના રોજ પડધરી પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ સાથે નાઇટ રાઉન્‍ડ ફરજ પર હતા તે દરમ્‍યાન કલાક ૩-૩૦ વાગ્‍યે જીલરીયા ગામ પાસેથી ખાનગી રાહે હકીકત મળેલ કે અગાઉ દારૂના કેસમાં પકડાયેલ લીસ્‍ટેડ બુટલેગર તથા છેલ્લા આઠેક માસથી નાસતો ફરતો આરોપી વિજયસિંહ જાડેજા રહે. વિસામણ વાળો એક સફેદ કલરની ફોરવ્‍હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇને નિકળનાર છે તેથી પંચો સાથે વિસામણ મુકામે મંદિર પાસે વોચમાં રહેલ તે દરમ્‍યાન ૪.૩પ વાગ્‍યે જીવાપર ગામ તરફથી એક સફેદ કલરની ફોર વ્‍હીલ ગાડી આવતા તેને ત્‍યાંજ રોકી ફોર વ્‍હીલ કારના ચાલકને નીચે ઉતારી તેનું નામ પુછતા તેણે પોતાનું નામ વિજયસિંહ જાડેજા જણાવેલ અને મજકુર પાસે રહેલ ફોર વ્‍હીલ ગાડી એવરોલેટ ટાટા કંપનીની ગાડી જોવામાં આવી જેની જડતી લેતા તેમાંથી કોઇ પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની ઇંગ્‍લીશ દારૂની કંપની સીલ પેક બોટલો નંગ ર૩૯ કિંમત રૂા.૧,૦પ,પ૭પ તથા ફોર વ્‍હીલ ગાડીની કિંમત રૂા.ર,પ૦,૦૦૦ તથા એક મોબાઇલ ફોન રૂા.૧,૦૦૦ મળી રૂા.૩,પ૬, પ૭પ નો મુદામાલ પંચ નામાની વિગે કબજે કરવામાં આવેલ જેથી બનાવની ફરીયાદ પડધરી પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરવામાં આવેલ જેમાં પોલીસ તપાસમાં અને અન્‍ય આરોપીઓની સાથે પોલીસ તપાસના અંગે અન્‍ય આરોપીઓની સાથે મહેન્‍દ્રસિંહ રામસિંહ જાડેજાનું નામ ખુલવા પામેલ હતું.

 આ આરોપીના પડધરીની કોર્ટે જામીન ના મંજુર કરેલ જેથી પોતાના વકીલ મારફત રાજકોટની સેસન્‍સ અદાલતમાં જામીન અરજી દાખલ કરતા આરોપીના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા તથા સરકાર તરફે રહેલ વકીલ તથા પોલીસનું સોગંદનામાને આધારે તથા હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટને આધાર રાખી કોર્ટએ આરોપીના જામીન મંજુર કરેલ છે.

આ કેસમાં આરોપી તરફે રાજકોટના વકીલ કુલદિપસિંહ બી.જાડેજા, વિશરાજસિંહ ઝાલા, દિલીપસિંહ જાડેજા, રીકલ ડી.પરમાર રોકાયેલા હતા.

(12:54 pm IST)