Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ભાવેશને તાલુકા પોલીસે ૬૦ બોટલ દારૃ સાથે પકડી લીધોઃ પરેશ ઉર્ફ પરીયાનું નામ ખુલ્યું

તાલુકા પોલીસનો પુનિતનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં દરોડોઃ તાલુકા પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ રાજપુરોહિત, એએસઆઇ આર. બી. જાડેજાની કાર્યવાહી

રાજકોટ તા. ૭: ગોંડલ રોડ પર પુનિતનગર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં તાલુકા પોલીસે દરોડો પાડી બે શખ્સોને રૃા. ૩૦ હજારના ૬૦ બોટલ દારૃ સાથે પકડી લીધા છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ એન. કે. રાજપુરોહીત, એએઅસાઇ આર. બી. જાડેજા અને કોન્સ. ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતાં પુનિતનગરમાં ગુ.હા. બોર્ડ કવાર્ટર શેરી નં. ૩માં કવાર્ટર નં. ૪૪૭માં રહેતાં ભાવેશ ઉર્ફ સુલતાન રવજીભાઇ સરવૈયા (ઉ.૨૩)ના ઘરમાં દરોડો પાડી તેને રૃા. ૩૦ હજારની દારૃની બોટલો સાથે પકડી લેવાયો હતો. પુછતાછ થતાં આ દારૃ પરેશ ઉર્ફ પરીયો રાજુભાઇ બલધા (રહે. ગુ.હા. કવાર્ટર શેરી નં.૩)એ આપ્યાનું કબુલતાં પરેશની શોધખોળ થઇ રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ ભાવેશ ઉર્ફ સુલતાન અગાઉ દારૃ, મારામારી, ફરજમાં રૃકાવટ, જાહેરનામા ભંગ સહિતના ૭ ગુનાઓમાં તાલુકા, માલવીયા અને આજીડેમ પોલીસના હાથે પકડાઇ ચુકયો છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની સુચના અંતર્ગત તાલુકા પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ  એન. કે. રાજપુરોહિત, એએસઆઇ આર. બી. જાડેજા, જે. ડી. વાઘેલા, હેડકોન્સ. કુલદિપસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, કોન્સ. હરસુખભાઇ સબાડ, ધર્મરાજસિંંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા અને કુશલ જોષીએ આ કામગીરી કરી હતી.

ક્રાઇમ બ્રાંચે ધનીને ૧૬ બોટલ સાથે પકડીઃ વિઠ્ઠલની શોધખોળ

જ્યારે ચુનારાવાડ-૩માં રહેતી ધની કિશોર રાઠોડને થોરાળા પોલીસે રૃા. ૬૪૦૦ના ૧૬ બોટલ દારૃ સાથે પકડી હતી. તપાસમાં ગંજીવાડાના વિઠ્ઠલ દાનાભાઇનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, પીએઅસાઇ એન. ડી. ડામોર, ધમભા ઝાલા, ઉમેદભાઇ, પ્રદિપસિંહ, નિતેશભાઇ સહિતે આ કામગીરી એએસઆઇ સી. એમ. ચાવડા અને હેડકોન્સ. વિજયગીરી ચંદ્રગીરીની બાતમી પરથી કરી હતી.

આજીડેમ પોલીસે જયદિપને દારૃના ચપલા સાથે પકડયો

માંડા ડુંગર નજીક ગોકુલપાર્ક-૧માં રહેતો જયદિપ કેશુભાઇ વાઘાણી (ઉ.૨૧) તેના ઘર પાસે રૃા. ૮૦૦ના દારૃના ૮ ચપલા સાથે નીકળતાં પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ જે .કે. ગઢવી, જગદીશભાઇ પરમાર સહિતે પકડી લીધો હતો.

(4:38 pm IST)