Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કાયદાની ઐસી તૈસી કરીને છરી-છરા લઇ નીકળેલા વધુ પાંચ પકડાયા

એક શખ્સ દારૃ પી કાર હંકારતા પકડાયોઃ કુવાડવા રોડ, પેડક રોડ, મોટી ટાંકી ચોક, હનુમાન મઢી, ચોૈધરી ચોકમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી, બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૭: શહેરમાં અમુક તત્વો કાદયો વ્યવસ્થાની ઐસીતૈસી કરી સરાજાહેર નેફામાં છરી-છરા રાખીને નીકળી પડતાં હોઇ આવા શખ્સોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી હોઇ શહેર ક્રાઇમ બ્રાંચ, એસઓજી, તથા જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમો સતત ચેકીંગ કરી આવા શખ્સોને પકડે છે. છરી રાખીને નીકળેલા વધુ પાંચ શખ્સોને પકડી લેવાયા હતાં. એક શખ્સ દારૃ પી કાર હંકારી નીકળતાં પોલીસની ઝપટે ચડી ગયો હતો.

જ્યારે ભગવતીપરા માધવ પાનવાળી શેરીમાં રહેતો ફૈઝલ ઇબ્રાહીમભાઇ તાલબ (ઉ.૨૫) કુવાડવા રોડ ગીતા પેટ્રોલ પંપ પાસે છરી લઇને નીકળતાં તેમજ રામનાથપરા પ્રજાપતિ સમાજની વાડી પાસે રહેતો રાહુલ ઉર્ફ ચીનો દેવજીભાઇ ચાવડા (ઉ.૧૯) છરી લઇને પેડક રોડ લકઝરી કોલ્ડ્રીંકસ પાસેથી નીકળતાં બી-ડિવીઝન પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ એચ. એમ. જાડેજા, એએસઆઇ સલિમભાઇ માડમ, હેડકોન્સ. કેતનભાઇ પટેલ, મોહસીનખાન મલેક, પી. ડી. ખાંભરા, સહિતે પકડી લીધો હતો.

આ ઉપરાંત કોઠારીયા સોલવન્ટ રસુલપરામાં રહેતો મુળ ધોરાજીનો અહેમદ અબ્દુલવહાબ સૈયદ (ઉ.૨૦) મોટી ટાંકી ચોક પટેલ ટ્રાવેલ્સની ઓફિસ નજીક છરી સાથે આવતાં ડીસીબીના હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પકડી પ્ર.નગરને સોંપતા હેડકોન્સ. કલ્પેશભાઇ ચાવડાએ કાર્યવાહી કરી હતી.

જ્યારે હનુમાન મઢી ચોકમાંથી એસઓજીના એએસઆઇ ફિરોઝભાઇ શેખે અરબાઝ રૃસ્તમભાઇ શેખ (ઉ.૨૪-રહે. હનુમાન મઢી પાછળ રામનગર-૩)ને છરી સાથે પકડી લીધો હતો. તેમજ મોટા મવા સ્મશાન પાસે રહેતો મુળ કાલાવડનો પ્રકાશ જેરામભાઇ વાજેલીયા (ઉ.૨૦) હનુમાન મઢી પાસેથી છરી લઇ નીકળતાં ડીસીબીના નિતેશભાઇ બારૈયાએ પકડી લીધો હતો.

જ્યારે નવા થોરાળા મેઇન રોડ પર વિનોદનગર સોસાયટીમાં રહેતો ઇશ્વર વાલજીભાઇ પરમાર (ઉ.૨૨) રાતે દસેક વાગ્યે દારૃ પી સ્વીફટ કાર હંકારી ચોૈધરી હાઇસ્કૂલ પાસેથી નીકળતાં ડીસીબીના હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા સહિતે પકડી લીધો હતો.

(2:42 pm IST)