Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કિટીપરાના કરણને શંકાસ્પદ વાહન સાથે બી-ડિવીઝન પોલીસે પકડ્યો

રાજકોટ તા. ૭: કીટીપરા ગાયકવાડી કવાર્ટર બ્લોક નં એ-૩૦૨માં રહેતો કરણ વિનુભાઇ ભોણીયા (ઉ.૧૯) બી-ડિવીઝન પોલીસની ટીમે શંકાસ્પદ બાઇક સાથે પકડી લીધો હતો. પેટ્રોલીંગ દરમિયાન કોન્સ. નિલેષભાઇ વાવૈયાની માહિતીને આધારે પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ જાડેજા, એએસઆઇ માડમ, હેડકોન્સ. નિકોલા સહિતે આ કામગીરી કરી હતી.  વાહનમાં નંબર પ્લેટ ન હોઇ તેમજ કાગળો અંગે કરણ યોગ્ય જવાબ આપતો ન હોઇ શંકાસ્પદ વાહન ગણી કબ્જે કરી તેની વધુ પુછતાછ હાથ ધરી છે.

(4:40 pm IST)