Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

બિનવારસી ગાય, ભેંસમાં લમ્‍પી વાયરસ જોવા મળે તો એનીમલ હેલ્‍પલાઇનને જાણ કરો

રાજકોટ તા. ૭: ગૌ ધન, ભેંસમાં લમ્‍પી સ્‍કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઇ શકાય છે. આ રોગ માત્ર પશુઓમાં જ જોવા મળે છે. રાજકોટમાં રસ્‍તે-રઝડતા, નિરાધાર પશુઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ-એનીમલ હેલ્‍પલાઇન (મો. ૯૮૯૮૦ ૧૯૦પ૯/મો. ૯૮૯૮૯ ૯૪૯પ૪) ઉપર સંપર્ક કરવાથી રાજકોટમાં નિઃશુલ્‍ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્‍બ્‍યુલન્‍સનાં ટ્રોલ ફ્રી નં. ૧૯૬ર પર સંપર્ક કરી શકાશે. અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરીને આ પ્રકારના રોગની આપની આસપાસ રસ્‍તે-રઝડતા પશુઓની સારવાર કરાવવા કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ-એનીમલ હેલ્‍પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્‍યામભાઇ ઠકકર, ધિરેન્‍દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઇ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઇ પટેલ, વિષ્‍ણુભાઇ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે.

(2:45 pm IST)