Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

અમિત એકટીવામાં દારૃના જથ્થા સાથે પકડાયો સપ્લાયર તરીકે રણજીતનું નામ ખુલતાં શોધખોળ

સાધુ વાસવાણી રોડ પર એલસીબી ઝોન-૨ના હરપાલસિંહ જાડેજા સહિતની બાતમી પરથી પીએસઆઇ બારસીયાની ટીમની કાર્યવાહીઃ ૬૩૨૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૭: સાધુ વાસવાણી રોડ પર એકલવ્ય ૨૫ વારીયામાં રહેતાં અમિત અનિલભાઇ બારૈયા (ઉ.૨૧) નામના શખ્સને પાટીદાર ચોકમાંથી એકટીવામાં રૃા. ૨૩૨૦૦ની વિદેશી દારૃની ૫૮ બોટલ સાથે ડીસીપી ઝોન-૨ની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો હતો.

પેટ્રોલીંગ દરમિયાન હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી તથા ધર્મરાજસિંહ રાણાને મળેલી બાતમી પરથી અમિતને દારૃ સાથે પકડીલઇ એકટીવા જીજે૦૩કેએન-૯૩૮૩ તથા દારૃનો જથ્થો મળી કુલ ૬૩૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

અમિતની પોલીસે પુછતાછ કરતાં આ દારૃનો જથ્થો તેણે ગુરૃજીનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં રણજીત લાભુભાઇ પરમાર પાસેથી લાવ્યાનું કબુલતાં રણજીતની શોધખોળ થઇ રહી છે. પકડાયેલો અમિત સફાઇ કામદાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ કમિશનશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇની સુચના મુજબ પીએસઆઇ એ. એલ. બારસીયા, મોૈલિકભાઇ સાવલીયા, રાહુલભાઇ ગોહેલ, અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા સહિતે કરી હતી.

(2:45 pm IST)