Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જામનગર પાસે વાડીમાં ખુની હુમલો કરીને લુંટ કરવાના ગુનામાં પાંચ આરોપીઓ જામીન પર

રાજકોટ,તા. ૭ : જામનગર શહેરના રાત્રીના ૧:૩૦ વાગ્યાના સુમારે ખોજા બેરાજા ગામના અડવાની સીમની વાડી વિસ્તારમાંથી લાકડાના ધોકા વડે માર મારી સોનાની લુંટના ગુનામાં ધરપકડ થયેલ આરોપી (૧) જ્ઞાનસિંગ બનસિંગ દેવકા, (૨) કેરમસિંગ ઉર્ફે બાજડો (૩) ભીલુ ઉર્ફે બિલુ ટયાલસીંગ બધેલ (૪) ક્રિષ્ના ઉર્ફે પપ્પુ માંગીલાલ ડાવર રહે.મધ્યપ્રદેશવાળાને જામનગર ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે સને -૨૦૨૨ માં કામના ફરીયાદી રામભાઇ વિક્રમભઇ ઓડેદરા રહે. ખોજા બેરાજા (જામનગર)એ તાફ ૨૧/૨/૨૦૨૨ના રોજ મોડી રાત્રીના ૧:૩૦ વાગ્યના અરસામાં ફરીયાદ વાડીએ હતા ત્યારે ૬ થી ૭ અજાણ્યા ઇસમો મોઢે માસ્ક બાંધીને ફરીયાદીને તથા તેના પરિવારજનો ઉપર મૃત્યુ નિપજી શકે તેવા હથિયારથી લાકડાના ધોધકા વડે માથામાં માર મારી મારી નાખવાની ધમકી આપી મકાનમાં લાકડાના કબાટમાં રાખેલ રોકડ રૃપિયા ૧,૫૦,૦૦૦ તથા સોનાના દાગીના જેમાં ત્રણ ચેઇન, એક પેન્ડલ સેટ, મંગલસૂત્ર, હાથનો પંચો, બે વીંટી  - ૧૬ તોલા સોનુ જેની કિંમત રૃા. ૫,૬૦,૦૦૦ તેમજ બે આઇ-ફોન મોબાઇલ લુંટી તમામને રૃમમાં પુરી બહારથી બંધ કરી નાશી ગયેલા જેથી ફરીયાદીએ તાત્કાલીક પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા બહારના હાઇવે રોડ તેમજ ટોલનાકાના સી.સી.ટી.વી. ફુટેન ચેક કરતા અગાઉ આરોપી જ્ઞાનસિંગ બનેસિંગ દેવકા જે ફરીયાદીની વાડીમાં અગાઉ મજુરી કામ કરતો હોય અને તેના માણસો સાથે આવીને આ લુંટનો અંજામ આપેલ હોય જેથી આરોપીઓ વિરૃધ્ધ જામનગર પંચોકોસી બી-ડીવીઝન પો.સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૯૭,૩૯૫,૫૦૬ (૨), ૩૪૨, ૪૪૭ અને જી.પી.એકટ -૧૩૫ (૧) એકટ મુજબ ગુનો દાખલ કરી કુલ ૬ આરોપીઓની અટક કરેલ હતી.

ત્યારબાદ આ કામના પાંચ આરોપીઓને તેમના વકીલ ગારાંગ પી. ગોકાણી મારફત જામનગર સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરેલ હતી અને એ અરજીમાં આરોપીના વકીલની દલીલો તથા સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓને ગ્રાહ્ય રાખીને તથા સરકારી વકીલશ્રીઓની દલીલોને ધ્યાને લઇને જામનગર સેશન્સ કોર્ટ દ્વારા ઉપરોકત પાંચેય આરોપીઓને રૃા. ૨૦,૦૦૦ના રેગ્યુલર જામીનર પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

 આ કામમાં પાંચેય આરોપીઓ વતી રાજકોટ ધારાશાસ્ત્રી ગૌરાંગ પી.ગોકાણી તથા વૈભવ બી.કુંડલીયા રોકાયેલ હતા.

(4:40 pm IST)