Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રેલનગરના દિવ્યેશ પોપટે પટેલનગર પાસે ફિનાઇલ પી લેતાં જિંદગી ટૂંકાવી

કારખાને કામે આવ્યા બાદ ઉલ્ટીઓ કરવા માંડતાં હોસ્પિટલે ખસેડાયો પણ દમ તોડી દીધોઃ કારણ અકળઃ યુવાન દિકરાના પગલાથી પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૭: રેલનગરમાં રહેતાં યુવાને કોઠારીયા રોડ સોરઠીયા વાડી પાસે પટેલનગરમાં કારખાના પાસે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતાં દિવ્યેશ ભાવેશભાઇ પોપટ (ઉ.૨૧) નામના યુવાને ગઇકાલે પટેલનગરમાં ફિનાઇલ પી લેતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ મોત નિપજ્યું હતું. તે બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા રિક્ષાચાલક છે. દિવ્યેશે આ પગલુ શા માટે ભર્યુ? તે બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

ગઇકાલે દિવ્યેશ કારખાને કામે જવા નીકળ્યા બાદ ઉલ્ટીઓ કરવા માંડ્યો હોઇ તેને નજીકના કલીનીકમાં સારવાર અપાવાઇ હતી. એ પછી તેણે પોતાની માતાને પોતે ફિનાઇલની ટીકડીઓ પી લીધાની જાણ કરતાં સિવિલમાં ખસેડાયો હતો. પણ બેભાન હાલતમાં જ મોત નિપજ્યું હતું. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. કારણ જાણવા પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જી. રોહડીયા વધુ તપાસ કરશે.

(4:39 pm IST)