Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

પર્યાવરણ દિવસની ઉજવણી

પેટ્રોલીયમ કન્ઝર્વશન રીસર્ચ એસોશીએસન (પી.સી.આર.એ.) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માળીયા-મીયાણાના પછાત ગામ નવલખી ખાતે કરવામાં આવી હતી. વિવિધ સ્થળે વૃક્ષારોપણ, પ૦ છોડવાઓનું વિતરણ, પર્યાવરણ જાગૃતિ ફિલ્મ અને માર્ગદર્શક સેમીનારનું આયોજન થયેલ. નવલખીના ગ્રામજનોમાં અને આસપાસમાં પર્યાવરણ સંબંધી જાગૃતિ આવે અને પર્યાવરણલક્ષી કાર્યક્રમને વેગ મળે તે માટે (પી.સી.આર.એ.) દ્વારા પર્યાવરણ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ. આ પ્રસંગે રાજયના (પી.સી.આર.એ.)ના એસ.આર.ઓ. પ્રતિક સહાની એ ગ્રામજનો, મહિલા મંડળના આગેવાનો અને એકર્સ્ટનલ ફેકલ્ટી તુષાર પંચોલી અને જશુબેન ઝાપડા અને બહેનોની ઉપસ્થિતિમાં વિવિધ સ્તરે વૃક્ષારોપણ કર્યું હતું અને પ૦ છોડવાઓનું બાળકો અને બહેનોને વિતરણ કરેલ હતું.

(2:52 pm IST)