Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ગિરીરાજ હોસ્પિટલમાં રકતદાન

શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રૃપ, રાજકોટ દ્વારા ગીરીરાજ હોસ્પીટલ ગ્રુપના ચેરમેન અને શ્રીજી ગૌ શાળા કે જેમાં ૧૮૦૦ ગાયમાતાની સારસંભાળ અને સેવા કરવામાં આવે છે અને રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌપ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મનધનથી સંકળાયેલા રમેશભાઇ ઠકકર ૭૩ જન્મદિન નિમિત્તે સેવામય ઉજવણી કરવા ગિરિરાજ હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩૯ બોટલ રકત રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું. રમેશભાઇ ઠક્કરના જન્મદિન પર આવા ૧૦ કેમ્પનું આયોજન કરી ૧૧૦૦ બોટલ રકત એકઠું કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો હતો જેમાંથી આ પાંચમો કેમ્પ હતો અને પ૪પ બોટલ રકત અત્યાર સુધીમાં બ્લડ બંેકને અર્પણ કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવા બદલ શ્રી સ્વામીનારાયણ ગુરૃકુલ સંસ્થાન દ્વારા મેયર ડો. પ્રદિપભાઇ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ભાજપ રાજકોટના પ્રમુખ કમલેશભાઇ મિરાણી, આઇએમએ પ્રમુખ ડો. સંજયભાઇ ભટ્ટ, ડો. પારસભાઇ શાહ, ડો. અતુલભાઇ પંડયા, ડો. પ્રતિકભાઇ અમલાણી, ડો. ધ્રુર્તિબેન અમલાણી, ડો. પ્રતિક્ષાબેન દેસાઇ, ધર્મેશભાઇ જીવાણી, વિરાભાઇ હુંબલ, પૃથ્વીસિંહ રાણા, મુકેશભાઇ શેઠ (શેઠ બિલ્ડર્સ), રાકેશભાઇ ભાલારા, મિતલભાઇ ખેતાણી (કરૃણા ફાઉન્ડેેશન એનિમલ હેલ્પલાઇન), મનીશભાઇ રાડીયા, નરેન્દ્રભાઇ જિંબા (ફુલછાબ), શિવલાલભાઇ આદ્રોજા (એન્જલ મોટર્સ) નો આભાર વ્યકત કર્યો હતો.

(2:54 pm IST)