Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

RCD બેંકને ''બેંકો બ્લ્યુ રીબન એવોર્ડ

રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી. એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. નાબાર્ડે આ બેંકને પાયોનીયર બેંક તરીકે બિરદાવેલ છે. વર્ષોથી બેકીંગ ક્ષેત્રે રીસર્ચ કરી રહેલ એવિસ પબ્લીકેશન કોલ્હાપુર (મહારાષ્ટ્ર) દ્વારા તાજેતરમાં યોજાયેલ બેંકો પુરસ્કાર માટે રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. એ ભાગ લેતા, આ બેંકની થાપણ, ધિરાણ, CRAR, 0% Net NPA તેમજ કી પરફોર્મન્સને ધ્યાને લઇ શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ને ''બેંકો બ્લ્યુ રીબન એવોર્ડ'' વિજેતા જાહેર કરેલ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકને પાંચ વખત નાબાર્ડ બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ, ''નાફસ્કોબ' તરફથી બે વખત એન્યુઅલ પરફોર્મન્સ એવોર્ડ તેમજ જી.એસ.સી. બેંક દ્વારા દશાબ્દી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. 

(2:56 pm IST)