Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ફેડરેશન કંપની ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર્સ વચ્ચેની કડી તરીકે કામગીરી કરે છે : બેઠક મળી

અમદાવાદ : ફેડરેશન ઓફ ગુજરાત  જ્પ્ઘ્ઞ્ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન અને કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસી માટે રિટેલર અને જથ્થાબંધ વેપારીઓ સાથે બેઠક યોજાઇ. આ બેઠકમાં કંપનીઓને કિંમત અને માર્જિન પોલિસીના તફાવત દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી અને સરકારને વન નેશન વન ટેકસ પોલિસી લાગુ કરવા સૂચન કરવામાં આવ્યું. કંપનીઓની ડિફરન્શિયલ પ્રાઇસ અને  પેક પોલિસીને કારણે રિટેલર્સને ધંધો કરવામાં ખૂબજ મૂશ્કેલી પડી રહી છે.

ફડરેશન કંપની એ ડિસ્ટ્રિબ્યુટર અને રીટેલર્સ વચ્ચેની કડી તરીકે કામ કરે છે. ફેડરેશનના સભ્યો સમગ્ર ગુજરાતમાં જ્પ્ઘ્ઞ્ બિઝનેસ કરે છે.રાષ્ટ્રીય સ્તરે પાંચ લાખથી વધુ વિતરકો અને ૧.૫ કરોડ રિટેલર્સ છે. જેઓ છેલ્લા ૧૦૦ વર્ષથી વધુ સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્પ્ઘ્ઞ્ સેકટરના કુલ બિઝનેસમાં લગભગ ૯૦ % યોગદાન આપે છે અને ૨૫ % થી વધુ વસ્તીને રોજગારી આપે છે. જયારે આધુનિક અને ઓનલાઇન વેપાર માત્ર ૧૦% ફાળો આપે છે અને રોજગારમાં માત્ર ૧% ફાળો આપે છે. તેમ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું હતું.

(2:57 pm IST)